અબડાસાના બાંડિયામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી

(ક્રાઈમ પ્રતિનિધી)નલિયા : અબડાસા તાલુકાના બાંડીયા ગામે રહેતી ર૬ વર્ષિય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે નલિયા પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.નલિયા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના બાંડીયામાં રહેતી બીનાબા દિવ્યરાજસિંહ જાડેજાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર સાડી વડે પંખામાં ગળેફાંસો ખાઈ આ ફાની દુનિયાને અલવીદા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હતભાગીના લગ્નને પાંચ વર્ષનો સમયગાળો થયો હતો. આપઘાત કરવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો હતો. જેને પગલે નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી. એન. યાદવે આગળની તપાસ હાથ ધરી છે.