અબડાસાના ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત

ભુજ : અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમના દ્વારા કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા તેઓ તબીબી સલાહ મુજબ હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. સાથે જ તેમણે એવો સંદેશો પણ પાઠવ્યો હતો કે, હાલ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવીને કાળજી રાખે. તેમના સ્વાસ્થ્યની કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતાની સાથે જ તેમણે તાત્કાલિક તબીબી સલાહ મેળવીને રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઈન થઈને ડોક્ટરોની સલાહ મુજબ પોતાના ઘેર જ નિદાન શરૂ કર્યું છે.