નલિયા : અબડાસા તાલુકાના જંગડીયામાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી બોલાચાલી કરી યુવાનને ધકબુશટનો અને ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. બનાવને પગલે વાયોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાણજીભાઈ વિશ્રામભાઈ શેખાએ આરોપી શંકરલાલ ગરવા અને ભવાનજી શેખા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ભાઈ સાથે થયેલા ઝઘ્ડાનું મનદુઃખ રાખીને બોલાચાલી કરી હતી અને ફરિયાદી તેમજ તેના ભાઈને ધકબુશટનો માર મારી તેમજ ધોકા વડે હાથ અને પગમાં ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે વાયોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.