અબડાસાના અંતરિયાળ વિસ્તારની કચ્છી અગ્રણી મુલાકાત કરી સમસ્યાઓથી વાફેક થયા

નલિયા : અબડાસાના ખુબ જ અંતરિયાળ ગામોની કચ્છી અગ્રણીએ મુલાકાત લઇને ત્યાંની સમસ્યાઓ જાણી હતી. સ્થાનિક ગામના સરપંચો, ઉપસરપંચો ગામના આગેવાનો અને વિવિઘ સમાજના પ્રતિનિઘિઓ સાથે શુભેચ્છા મિલન યોજવામાં આવ્યું હતું. જાણીતા કચ્છી ઉદ્યોગપતિ અને માતૃશ્રી ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરીયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ચેતનભાઇ ભાનુશાલીએ અબડાસાના મોથાળા, નરેડી, ચીયાસર, રાયઘણજર, રેલડિયા મંજલ, નારાણ૫ર, ખીરસરા, વિંઝાણ, કોઠારા, વાંકુ, વાડા પધ્ધર, ૫રજાઉ, નલિયા, વરાડિયા અને નખત્રાણા સહિતના ગામોની મુલાકાત લીઘી હતી અને ત્યાંના સ્થાનિક લોકોની જરૂરિયાત તેમજ સમસ્યાઓ જાણી હતી અને ગામ લોકો દ્વારા રજુઆત કરાયેલી વિવિઘ સમસ્યાઓ તાકીદે ઉકેલવાની ખાત્રી આપી હતી. મોથાળા ગામે હરીજન વાસમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતમાં મહેશ્વરી ઉતરવાસમાં અગ્રણીઓ વેલજી કાનજી, ઘનજી મુળજી, ખીમજી ખમુ, કરશન કાનજી, ખમુ દેવશી, લખુ કાનજી, મનહરસિંહ જાડેજા, ખીમજી મંગલ, નરેશ માતંગ, પંકજ જોશી, પેરાજ ખભુ, ઘનજી હેંગરા વિગેરેએ ગામમાં ગણેશ મંદિરની જરૂરીયાત હોવાનું જણાવતા ચેતનભાઇએ આ મંદિર ટુંક સમયમાં બનાવી આપવાની જાહેરાત કરી હતી. ગામના આગેવાનોએ ગામના વિવિઘ પ્રશ્નોની રજુઆત કરી હતી. નરેડીમાં માંડવી-ખાનાય બસ આવતી હતી તે રૂટ બંઘ કરી દેવામાં આવતા ગામ લોકોને ભારે મુશ્કેલી ૫ડે છે તેવી રજુઆત કરવામાં આવતા ચેતનભાઇએ પ્રવાસમાં સાથે રહેલા એસટી સલાહકાર સમિતીના વડા વિક્રમસિંહ જાડેજાને આ બસ એક માસની અંદર ચાલુ કરી દેવા સુચન કર્યું હતું. જાડેજાએ તાત્કાલીક આ બસ શરૂ થશે તેવી ખાત્રી આપી હતી. સરપંચ મહેશ્વરીએ આભાર દર્શન કરેલ. સરપંચ ચંદ્રસિંહ જાડેજાએ ચેતનભાઇ ભાનુશાલીની પ્રવૃતિની સરાહના કરી હતી અને સમાજને જયારે સહયોગની જરૂર હોય છે ત્યારે તેમણે કોઇ૫ણ ક્ષ્ણનો વિલંબ કર્યા વગર  પૂરૂ કરી આપ્યાનું જણાવ્યું હતું. ઉ૫સરપંચ વાલજીભાઇ મારવાડ અગ્રણીઓ ગોવિંદજી સોઢા, જુશબ રાયમા, લાલજી ભાનુશાલી, ગોવિંદજી શાહ વિગેરેના હસ્તે ચેતનભાઇનું સન્માન કર્યું હતું. ચિયાસર ગામે યોજાયેલા મિલનમાં સામાજીકક્ષેત્રે. સેવાઓ આપવા બદલ દી૫ક ગોશર, વસંતભાઇ ગજરા, ભાઇલાલ કાનજી, મોહન કાનજી, પચાણ વલુ, પ્રફુલ ચૌહાણ, શામજી ભદ્રા વિગેરેએ માતૃશ્રી ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમો. ફાઉ ટ્રસ્ટની પ્રવૃતિને બીરદાવી હતી. માજી સરપંચ જેનાબાઇએ આવકાર આપ્યો હતો. રાયઘણજર, રેલડિયા, મંજલ, નારાણ૫ર, વરંડી મોટી, વિંઝાણ ગામોની મુલાકાત લઇને ત્યાંના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ખીરસરાના ઉતરવાસ માટે ગાયોના વંડા માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા હીંગોરા રજાક મુસા, જેઠાલાલ મહેશ્વરી, સીઘીક મામદ હીંગોરા, ઇશાક જાકબ, રમેશ મહેશ્વરી, હારૂન મુસા વિગેરેએ માંગણી કરતા ટ્રસ્ટવતી હિતેશ ગઢવી (બોક્ષા)એ તરત જ દિવાલ વોલ બનાવવી આપવા માટેની જાહેરાત કરી હતી. વિવિઘ ગામોમાં ટ્રસ્ટના હિતેશ બોક્ષાએ ટ્રસ્ટ દ્વારા થઇ રહેલા માનવ સેવા જીવદયા અને પર્યાવરણક્ષેત્રે થતી પ્રવૃતિઓની વિસ્તૃત માહિતીથી ગામ લોકોને વર્ણવી હતી. ઠેર-ઠેર ચેતનભાઇનું વાજતે ગાજતે સામૈયુ કરી શાલ, માળા, મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુતરમાં ચેતનભાઇએ જણાવ્યું હતું કે સુરજબારીથી કોટેશ્વર સુઘી કચ્છને લીલુ છમ બનાવવાની નેમ વ્યકત કરી હતી. અને સમાજના આગેવાનોને ગામના પ્રશ્નોની રજુઆત કરવા પોતાના ઘર અને દિલના દરવાજા ચોવીસે કલાક ખુલ્લા રહેશે તેમ જણાવીને કોઇ૫ણ કાર્ય હોય તો તેમાં કોઇ૫ણ જ્ઞાતિના ભેદભાવ વિના તમામ સહયોગ પુરો પાડવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા શૈક્ષણીક અને આરોગ્યક્ષેત્રે વઘારેમાં વઘારે મહત્વ આપવામાં આવી રહયું હોવાનું કહયું હતું. તેમની સાથે આ પ્રવાસમાં એસટી સલાહકાર બોર્ડના વિક્રમસિંહ જાડેજા, ટ્રસ્ટના હિતેશ બોક્ષા, નરસિંહભાઇ  પટેલ, હિંમતભાઇ પટેલ સાથે રહયા હતા.