અફઘાન આતંકનો કમનશીબ દાખલો : મોદી

એસસીઓના દેશો વચ્ચે સહયોગ વધારવાની પણ ભારતીય પીએમે કરી અપીલ : પાડોશી દેશો સાથે કનેક્ટીવીટી એ ભારતની પ્રાથમિકતા

શાંઘાઈના શિખર સંમેલનમા એસસીઓની બેઠકમા ભારતીય વડાપ્રધાનનુ નિવેદન

સાંઘાઈ : શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) શિખર આજે સવારે ચીનના શહેર કિન્ગ્ડાઓમાં શરૂ થઈ હતી. એસસીઓના સભ્ય દેશોના વડાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીટમાં સંબોધન કર્યું હતું જેમાં પાડોશી દેશો સાથેના જોડાણ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) વિસ્તારમાં
પડોશી દેશો સાથેની કનેક્ટીવીટી ભારતની અગ્રતા છે, કારણ કે તેમણે
ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના દેશ સમિટના સફળ પરિણામ માટે સંપૂર્ણ સહકાર વધારવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. ભારતમાં ફક્ત ૬ ટકા વિદેશી પ્રવાસીઓ એસસીઓ દેશોમાંથી જ છે, વડાપ્રધાને જણાવ્યું હતું કે આ આંકડાને સરળતાથી વધારી શકાય છે.
“અમારી વહેંચાયેલ સંસ્કૃતિઓની વધતી જાગૃતિ આ આંકડાને વધારવામાં મદદ કરી શકે છે. અમે ભારતમાં એક એસસીઓ ખાદ્ય ઉત્સવ અને બૌદ્ધ તહેવારનું આયોજન કરીશું.” અફઘાનિસ્તાનને આતંકવાદની અસરના “કમનસીબ ઉદાહરણ” તરીકે દર્શાવીને, મોદીએ જણાવ્યું હતું કે તેમને આશા છે કે રાષ્ટ્રપતિ અશરફ ઘની દ્વારા લેવામાં આવતા શાંતિ અંગેના પગલા અંગે આ પ્રદેશ પ્રત્યે બધાને આદર થશે બધાનો આદર હશે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રોજથી ચીનના પ્રવાસે છે. તેઓએ ગત રોજ પણ વ્યુહાત્મક બેઠકોમા ભાગ લીધા બાદ આજ રોજ તેઓએ એસસીઓના સંમેલનમા ભાગ લીધો હતો અને અહી તેઓએ આતંકવાદ અને આડકતરી રીતે પાકને બરાબરના આડેહાથ લીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર નરેન્દ્ર મેાદીએ આજ રોજ એસસીઓની બેઠકમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ભારતની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તેઓએ કહ્યુ કે, આતંકવાદ અત્યાર દેશ-દુનીયાને માટે પડકારરૂપ સમસ્યા બનેલ છે અને તેના ખાત્મા માટે સૌ કોઈએ સાથે મળીને આગળ આવવુપડશે. આતંકવાદની પીડા કેટલી ખરાબ છે તેનો દાખલોઅફઘાનીસ્તાનને મોદીએ ગણાવ્યોહતો. અફઘાનીસ્તાને આતંકને મીટાવવા કડક પગલા ઉઠવાયા હોવાની વાત મોદીએ કરી હતી.
મોદીએ કહ્યુ કે, ભારત દેશ પાડોશી મુલકોની સાથે સારા સબંધો સ્થપાય તેનો હિમાયતી છે. તેઓએ સલામતીને માટે છ મહત્વપૂર્ણ બીંદુઓની પણ અહી વાત કરી હતીતો વળી એસસીઓના દેશો વચ્ચેપરસ્પર સહયોગ વધે તેવીઅપીલ પણ નરેન્દ્ર મોદીએ આ તબક્કે કરીહતી.