અફઘાનમાં મસ્જિદમાં વિસ્ફોટ : ૩૦ના મોત

કાબૂલઃ અફઘાનિસ્તાનના પૂર્વ ખોસ્ત પ્રાન્તમાં મતદાતાઓના નોર્ંંધણી કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક મસ્જિદમાં કરવામાં આવેલા બૉમ્બવિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૦ જણનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. પ્રાન્તીય ગવર્નરના પ્રવક્તા તાલિબ મંગલે રવિવારે બનેલી આ ઘટનાને સમર્થન આપતા કહ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછાં ૩૦ જણનાં મોત થયાં હતાં. પ્રાન્તીય પોલીસ વડાના પ્રવક્તા બસેર બેનાએ પણ આ ઘટનાને સમર્થન આપ્યું હતું, પરંતુ તેમની પાસે પણ ઘટનાના ચોક્કસ મરણાંક અંગે માહિતી નહોતી. જોકે, હુમલા અંગે કોઈએ તાત્કાલિક જવાબદારી સ્વીકારી નહોતી,
પરંતુ તાલિબાન અને સ્થાનિક ઈસ્લામિક સ્ટેટ-આઈએસ બંને સ્થાનિક લોકશાહી ચૂંટણીઓનો વિરોધ કરી રહ્યા છે અને ભૂતકાળમાં પણ તેમણે આ રીતે હુમલા કરી તેમને નિશાન બનાવ્યા હતા.