અફઘાનમાં આતંકી હુમલો : ૧૫ના મોત

અફઘાનિસ્તાનઃ કુન્ડુઝ પ્રાંતમાં આજે વહેલી સવારે આતંકી હુમલો થયો છે. નાંગહારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગનમેને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સિવાય, નાંગહર પ્રાંતના જલાલાબાદ શહેરમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર છે. જો કે બ્લાસ્ટમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ નાંગહારના હેડ આસિફ શિનવારીએ એજ્યુકેશન
ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં ગન ફાયરિંગ થયાના સમાચારની પુષ્ટિ કરી હતી. શિનવારીના જણાવ્યા અનુસાર, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં આજે ગન ફાયરિંગ થયું હતું જે હજુ પણ યથાવત છે. રવિવારે કંદહાર પ્રાંતમાં તાલિબાનના આતંકીઓએ સિક્યોરિટી ચેકપોઇન્ટ પર હુમલો કર્યો હતો. જેમાં ૧૩ પોલીસકર્મીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત આતંકી હુમલાઓ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ અફઘાનિસ્તાનની ટોચની ધાર્મિક સંસ્થાએ આતંકી હુમલાને ઇસ્લામમાં ‘હરામ‘ ગણાવ્યા છે તેવી જાહેરાત છે. ૪ જૂનના રોજ સાત ધર્મગુરૂઓ સહિત ચાર સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આતંકીઓએ આતંકી હુમલા અંગે જાહેરાત કરવા અહીં ભેગા થયા હતા. જ્યાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો.