અપમૃત્યુ પ્રકરણમાં વળતર ન ચૂકવાતા ભુજ પાલિકાને પાઠવાઈ નોટીસ

ભુજ મામલતદાર કચેરીમાં ખૂલ્લી ગટરમાં ડૂબી જતા શ્રમીજીવી પરિવારની બાળાનું થયું હતું મોત : ૩૦ દિવસમાં વળતર નહીં ચૂકવાય તો કોર્ટમાં જવાની ઉચ્ચારાઈ હતી ચીમકી

ભુજ : શહેરની મામલતદાર કચેરી પાસે ખૂલ્લી ગટરમાં પડી જનવાથી શ્રમજીવી પરિવારની બાળાનું અપમૃત્યુ થયું હતું. બાળાના મૃત્યુ બદલ પાલિકાને વળતર ચૂકવવા અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં કોઈ કાર્ય્વાહી ન કરાતા ગુજરાત મ્યુનિસિપાલટી એક્ટની કલમ રપ૩ હેઠળ શ્રમજીવી પરિવાર દ્વારા પાલિકાને પોટીસ પાઠવાઈ છે. આ અંગેની વિગતો મુજબ શ્રમજીવી પરિવારની બાળા હિનાનું અપમૃત્યુ ખૂલ્લી ગટરમાં અકસ્માતે પડી જતા ગુંગળાઈ જવાની થયું હતું. જેમાં નગરપાલિકા સીધી જવાબદાર છે. ન્યાયના કાયદાની જાગવાઈ મુજબ ગટરની દેખરેખ તથા જાળવણી કરવાની જવાબદારી નગરપાલિકાને શીરે છે. આ ગટરની લીકેજનું સમારકામ કરવા માટે લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ગટર લીકેજ મરામતની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવેલ નહીં. જેથી નગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદને ધ્યાને ન લેતા આ બનાવ બનવા પામેલ છે. જેથી નગરપાલિકાનું આ પ્રકારનું વર્તન બેજવાબદારી ભર્યું છે. નગરપાલિકા દ્વારા કાયદા મુજબ જવાબદારી ન નિભાવાતા તેમની બેદરકારીને તથા બેદરકારીભરી વર્તણૂંકને કારણે શ્રમજીવી પરિવારે પોતાની દિકરી ગુમાવેલ છે જેના માટે નગરપાલિકા સીધી જવાબદાર છે જેથી શ્રમજીવી પરિવારના ધારાશા†ી એડવોકેટ નોટરી એ.જે. ઠક્કર, એસ.એસ. ચાકી, એચ.એન. ચાકી દ્વારા નોટીસ પાઠવાઈ છે તેમજ વળતર આપવા જવાબદાર છે. જેથી તા.૭-૯-૧૭થી દિન-૩૦માં આ શ્રમજીવી પરિવારને નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવે તો શ્રમજીવી પરિવાર ભુજની પ્રિનસિપાલ સિવિલ જજની કોર્ટમાં આ વળતરના હક્ક મેળવવા કાયદેસરની કાર્યવાહી કરશે. તેમજ આ અંગે શ્રમજીવી પરિવાર નગરપાલિકા સામે ફોજદારી કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે તેવું વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.