અન અધિકૃત વ્યક્તીઓનો પ્રવેશ સુરક્ષા મુદે ખતરારૂપ

ગાંધીધામઃ અન અધિકૃત વ્યક્તીઓનો પ્રવેશના લિધે પરવાનગી વગર કોઈ પણ વ્યક્તીનું કચેરીમાં પ્રવેશવું એ સુરક્ષાના દ્રષ્ટીકોણથી ખતરારૂપ સાબિત થઈ શકે છે. જાહેર થયેલા પરિપત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે તેનો ઉદેશ્ય કોઈપણ વ્યક્તીઓ અને સંસ્થાઓની લાગણીને ઠેસ પહોંચાડવાનું નઈ પણ માત્રને માત્ર કંડલા પોર્ટ પ્રશાસનકોઈ પણ પ્રકારની ખલેલ વગર તીવ્રતાથી સુવ્યવસ્થીત અને પારદર્શક વહીવટ મળીશકે તે છે. આ પ્રક્રિયાને ચાલુ કરવા પાછળ મહત્વનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તી કોઈ કારણથી અથવા કોઈ કારણ વગર કચેરીમાં પ્રવેશી મહત્વપુર્ણ દસ્તાવેજા ધરાવતી ઓફીસની આસપાસ ફરતો રહે છે જેના કારણે પોર્ટની મહત્વપુર્ણ અને મહત્વકાંક્ષી યોજનાઓ વિષયે જેને પુર્ણ કરવા માટે અનેક આયોજનોથી પસાર થવું પડતું હોય છે જેથી ગુપ્ત જાણકારીઓ પોર્ટ બહાર માહિતી/જાણકારીઓ અયોગ્ય હોવા થવાની સંભાવનાઓ વધી જાય છે જે પોર્ટ સંકુલ અને સરકાર કોઈના દિલમાં નથી જેથી તમામ હિતેચ્છુઓ બાબતની સંવેદનાશીલતાનું સમજી આ પ્રક્રિયાનું સ્વીકાર કરવા પોર્ટ પ્રશાસન અનુરોધ કરે છે.