અન્ડરવર્લ્ડ ડોન દાઉદની જપ્ત સંપત્તીની હરરાજી

હોટેલ ખરીદીને શૌચાલય બનાવવાની સ્વામી ચક્રપાણીએ કરી છે જાહેરાત

મુંબઈ ઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં રહેલી અને જપ્ત કરવામા આવેલી દસ પૈકીની ત્રણ મિલ્કતોનું આજ રોજ હરરાજી કરવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હોટેલ રોનક અફરોજ, ડામરવાલી બિલ્ડીંગ તથા શબનમ ગેસ્ટહાઉસની પણ હરારજી કરવામા આવશે. નોધનીય છે કે મુંબઈની બે અને ઓરગાંબાદની એક સંપત્તીની હરરાજી હાથ ધરવામા આવી રહી છે. તો વળી બીજીતરફ હોટેલ ખરીદી અને શૌચાલય બનાવવાની જાહેરાત પણ સ્વામી ચક્રપાણીએ જાહેરાત કરી છે.