અનેક સમસ્યાઓ ભોગવતા લોકોની વ્યથા જોઈ કાલે કચ્છ આવતા મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરશે..?

નખત્રાણા : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા નજીકના કોટડા (જ.) ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટીદાર સમાજના હિરક જયંતિ મહોત્સવમાં આવતીકાલે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના પાયાના પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કરશે કે પછી બેરોજગારોની રોજગારી વિશે જાહેરાત કરશે કે પછી ૧૭ વર્ષથી દાતાઓના સહારે ઠેબા ખાતી કોલેજને ગ્રાન્ટેડ બનાવવાની જાહેરાત કરશે ?
અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કચ્છઉદય સાથેની મુલાકાતમાં જણાવ્યું કે પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકાના મુખ્ય સમસ્યા બેરોજગારી, ઘાસચારો, પાણી અને ધંધાકીય એકમ નહીંવતની ભરચક સમસ્યા રહી છે. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ટ્રાન્સપોર્ટ છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થાય, બેરોજગાર યુવાનોને કંપનીઓમાં રોજગારી અપાવવા પ્રયાસો થાય તેમજ અનેક પાયાના પ્રશ્નો ઉકેલાય તે જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રેે નખત્રાણાની કોલેજ દાતાઓના ટેકે ચાલી રહી છે. છેલ્લા ૧૭ વર્ષથી ઠબે ચડેલી કોલેજે આવનારા સીએમ ગ્રાન્ટેડ કરવાની જાહેરાત કરશે ? આ વિસ્તારના વિરાણીથી જતા કાળાડુંગર માર્ગ પણ અહીથી પસાર થાય છે જે ધીણોધર, થાન, સફેદરણ જવા માટે આ મુખ્ય રોડ છે ત્યારે ખખડધજ માર્ગ પણ કામગીરી માંગે છે. અહી પર્યટકો છારીઢંઢ, થાન, ધીણોધર અને કાળાડુંગર, સફેદરણ જવા માટે એક વખત જ આ રસ્તાનો ઉપયોગ કરી માંડી વાડતા હોય છે માટે આ બધા પર્યટક સ્થળોના વિકાસ માટે રસ્તો મુખ્ય પ્રશ્ન છે ત્યારે આ માર્ગ પેવર કરાવવો. ભૂકંપ વખતે જર્જરીત થઈ ગયેલા પુંઅરેશ્વર મંદિરની અનેક વખત સતાપક્ષે મુલાકાત લીધી છે છતાં હજુ સુધી આ પુરાતન મંદિર પડુ પડુ છે પણ રીપેર કરાવી શકાયું નથી.
પાણી સંગ્રહ માટે સરકારે જે યોજના અમલમાં મુકી એમાં તળાવો, ડેમો ઉડા ઉતારવા કે રીપેર કરી ખાણેત્રા કરવા જેમાં કંપનીઓને સાથે રાખી ૬૭ હજાર મંજુર કર્યા છે એ નહી મશ્કરી છે અને જુના ડેમો, તળાવો રીપેર કરવા પાછળ કરોડોનો ધુમાડો થશે પણ નકર પરિણામ નહી આવે અને ૬૭૦૦૦ જેવી રકમમાં અડધી કિંમત સરકાર ચુકવશે એમાં પણ કંપનીઓ દ્વારા કોઈ મોટું કામ કઢાવવાની વેતરણ હોય એવું લાગી રહ્યું છે, તળાવો કે ડેમો ઉંડા ઉતરાવવા જેની સાથે નવા ડેમો અને તળાવો નવેસરથી બને અને રકમ વિશે પણ ફેર વિચારણા કરાય તો સ્થાનિકોને ફાયદો થાય અને પાણી સંગ્રહમાં ફાયદો થાય.
પશ્ચિમ કચ્છમાં આવેલી કંપનીઓને મફતમાં જમીનો અપાઈ રહી છે પણ સ્થાનિક ગરીબોને એક ૧૦૦ વાર જમીન પણ અપાતી નથી જેના કારણે ગરીબ માણસો વાડામાં મકાનો બનાવે છે. ત્યારે ગરીબોની વ્યથા સાંભળી વડીલો પાર્જીત જમીન ધરાવતા મકાન માલિકોની જમીનો રેગ્યુલર કરાવવાની રૂપાણી સરકાર જાહેરાત કરશે કે કેમ ? કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોની સમસ્યા ધ્યાને લઈ પશુધન માટે ઘાસચરાની વ્યવસ્થા કરાય અને સ્થાનિકોને રોજગારી મળે એવી ભલામણ કરવી જોઈએ. છઠ્ઠી મેના જ્યારે મુખ્યમંત્રી પાટીદાર સમાજના હિરક જયંતિ મહોત્સવના કોટડા (જ) મધ્યે પધારી રહ્યા છે ત્યારે સરકાર પરિસ્થિતિને ધ્યાને લઈ મુખ્ય સમસ્યા ગરીબ લોકોના વાડા આકારણી કરાવવા, વડીલો પાર્જીત મકાનો બનાવીને રહેતા ગરીબોના મકાનો રેગ્યુલર કરાવવાની જાહેરાત કરાશે ? નખત્રાણાની કોલેજ ગ્રાન્ટેડની જાહેરાત કરાશે ? પાણી સંગ્રહ કરાવવા માટે મોઢું એડું કર્યા સમાન ૬૭૦૦૦થી વધારી આપશે ? તળાવો, ડેમો નવા બાંધવાની છુટ અપાશે કે કેમ વગેરે વેધક પ્રશ્નો ધારાસભ્યએ કર્યા હતા. ત્યારે પશ્ચિમ કચ્છની મુખ્યમંત્રી થયા બાદ સૌ પ્રથમ પધારી રહ્યા છે જેની ઉપર આશાભારી મીટ લોકોની
મંડાઈ છે