અનેક અપેક્ષા વચ્ચે મોદીની બ્રિટન યાત્રા૧૭મીથી શરૂ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના દિવસે લંડનના પ્રવાસે પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેનાર છે. મોદીના આ પ્રવાસને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૫૩ દેશોના કોમનવેલ્થ સંમેલનમાં ભારત હવે મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. મોદી આ પ્રવાસ દરમિયાન જુદા જુદા દેશોની સાથે કેટલીક સમજુતી પણ કરી શકે છે. મોદી બ્રિટનના મહારાણી એલિઝાબેથને પણ મળવાની યોજના ધરાવે છે. મોદી એવા ત્રણ પસંદગીના નેતામાં સામેલ છે જે બ્રિટનના મહારાણીને મળનાર છે. માનવામાં આવે છે કે આગ્રુપ ભારતની વૈશ્વિક આંકાક્ષીઓને નવા રૂપ આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. કોમનવેલ્થ હેડ્‌સ ગવર્નમેન્ટમાં ભારત પોતાના નાણાંકીય યોગદાનને બે ગણુ કરવા માટે તૈયાર છે. આ ભારત તરફથી એ વાતના સંકેત પણ રહેશે કે ભારત કોમનવેલ્થમાં હવે મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. કોમનવેલ્થમાં મોટી ભૂમિકાને લઇને આના માટે દિલ્હીમાં તૈયારી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત રહેશે જ્યારે ભારતીય વડાપ્રધાન કોમનવેલ્થ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. માલ્ટામાં યોજાયેલી છેલ્લી બેઠકમાં મોદી સામેલ થઇ શક્યા ન હતા.