અનુસૂચિત જાતિ શબ્દનો કરો ઉપયોગ : કેન્દ્ર સરકારનું મીડિયાને ફરમાન

નવી દિલ્હી : કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા સંસ્થોને કહ્યુ છે કે તેઓ દલિત શબ્દનો ઉપયોગ ના કરે. મંત્રાલય તરફથી તમામ મીડિયા સંસ્થાઓને કહેવામાં આવ્યુ છે કે તેઓ દલિત શબ્દની જગ્યાએ બંધારણીય શબ્દ અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરે.
પરંતુ મંત્રાલયના આ નિર્દેશનું તમામ દલિત સંગઠનોએ ટીકા કરી છે. લોકોનું કહેવુ છે કે આ શબ્દનો રાજકીય સંદર્ભ છે અને આ શબ્દના કારણે અમને અલગ ઓળખ મળે છે. આ પહેલા પણ માર્ચમાં કેન્દ્રીય સોશિયલ જસ્ટીસ મંત્રાલય તરફથી આ પ્રકાર નિર્દેશ આપવામાં આવ્યા છે.
માર્ચમાં સોશિયલ જસ્ટીસ મંત્રાલય તરફથી તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ અધિકૃત વાતચીત દરમિયાન શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરે કારણકે દલિત શબ્દનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. ૭ ઓગસ્ટના રોજ પોતાના આદેશમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે જૂનમાં બોમ્બો હાઈકોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ મામલે આગામી છ મહિનામાં ઉચિત દિશાનિર્દેશ આપવામાં આવે. સુનાવણીમાં અરજીકર્તાને કહેવામાં આવ્યુ હતુ કે મીડિયાએ પણ દલિત શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ.સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યુ છે કે મીડિયાને એ સૂચન કરવામાં આવે છે કે તેઓ દલિત શબ્દના ઉપયોગથી બચે, આ સમાજના લોકો માટે અનુસૂચિત જાતિનો ઉપયોગ કરો. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે દલિત શબ્દની જગ્યાએ શિડ્યુલ કાસ્ટ શબ્દનો ઉપયોગ કરો જેનો બંધારણમાં ઉલ્લેખ છે અને તેના અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ રાજ્યોમાં થનારા અનુવાદનો જ ઉપયોગ કરવામાં આવે. વળી, આઈબીના આદેશમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ, ગ્વાલિયર બેચના ચૂકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે સોશિયલ જસ્ટીસ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ કહ્યુ કે દલિત શબ્દ ગૌરવનો અનુભવ કરાવે છે. યુજીસીના પૂર્વ ચેરમેન સુખદેવ થોરાટે કહ્યુ કે મરાઠીમાં દલિતનો અર્થ થાય છે દબાયેલો, બહિષ્કૃત, આ એક બૃહદ શબ્દ છે કે જે જાતિ અને શ્રેણી બંનેને દર્શાવે છે. દલિત શબ્દનો ઉપયોગ કરવામાં ખોટુ કંઈ નથી અને ના તો કંઈ અપમાનજનક છે.