અનિલ કુમાર શર્માને બનાવવામાં આવ્યા ભારતીય સ્ટેટ બેંકના નિર્દેશક

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ભારત સરકાર દ્વારા રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ના નિર્દેશક મંડળમાં નિર્દેશકના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંકે આ અંગે નાણાકીય સેવાઓના વિભાગના ૧૩ એપ્રિલ ૨૦૨૧ની અધિસૂચનાનો હવાલો આપીને કહ્યુ કે, ’કેન્દ્ર સરકારે આરબીઆઈના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને તાત્કાલિક પ્રભાવથી એસબીઆઈના નિર્દેશક મંડળમાં નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તે આ પદ પર આગલા આદેશ સુધી રહેશે.’ સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારની અધ્યક્ષતાવાળી આ બેંકના કેન્દ્રીય નિર્દેશક મંડળમાં ૧૩ સભ્યો શામેલ છે. બેંકની વેબસાઈટમાં આ માહિતી આપવામાં આવી છે.