અનામતની રાજનીતિ : હાર્દિકના ઉપવાસનો ૧૧મો દિવસ

હાર્દિકને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થવાની તબીબોએ આપી સલાહઃ ઉપવાસ બાદ હાર્દિકનું વજન ર૦ કિલો ઘટયું : સોલા સિવિલ હોસ્પિટલની ટીમે કરી સ્વાસ્થ્યની ચકાસણી

 

અમદાવાદ : પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે ૧૧ મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે. હાર્દિક પટેલ નોકરી અને શિક્ષણમાં અનામત, ખેડૂતોની દેવામાફી અંગે ૨૫ ઓગસ્ટથી અમદાવાદ સ્થિત પોતાના ઘરે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે બાદ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ અપીલ કરી છે કે હાર્દિક પોતાના ઉપવાસ ખતમ કરી દે. જે રીતે હાર્દિકની તબિયત બગડી રહી છે તે બાદ દેવગૌડાએ હાર્દિકને ઉપવાસ ખતમ કરવાની અપીલ કરી છે. સાથે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ છે.