અદાણી સેઝ પાસેથી ૩૦૦ એકર ગૌચર પરત લેવા મુન્દ્રા ગ્રા.પં.માં ઠરાવ

સંબંધિત કચેરીમાં દરખાસ્ત કરવા લેવાયો નિર્ણય

મુન્દ્રા : મુન્દ્રામાં પશુઓની વસ્તીની તુલનાએ ગૌચર ખુબજ ઓછું હોઈ ગામમાં ગાયો-આખલાઓનો ત્રાસ વધી છે. પશુઓને ચારીયાણ મળી રહે તે માટે અદાણી એસઈઝેડ પાસેથી ૩૦૦ એકર ગૌચર પરત મેળવવા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાયો છે.
આ અંગેની વિગતો મુજબ ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર ગૌચર જમીન હોવી જોઈએ. મુન્દ્રામાં પશુધનની વસ્તીના ધોરણે ગૌચર ન હોઈ ગામમાં ગાયો-આખલાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી અદાણી એસઈઝેડ પાસેથી ૩૦૦ એકર ગૌચર પરત લેવા ગ્રામ સભામાં ઠરાવ કરાયો હતો. ભરતભાઈ પાતારીયાએ ઠરાવ કર્યો હતો. જેને અલનશીર ખોજાએ ટેકો આપતા સર્વાનુમતે પસાર થયો હતો. ઠરાવના અનુસંધાને સંબંધિત કચેરીઓને દરખાસ્ત કરવા પણ નક્કી કરાયું છે.