અદાણી વિલમારમાં નોકરી લેવા માટે મુંદરા પોલીસના બનાવટી સિક્કાનો કરાયો ઉપયોગ

બેરોજગારીની હદ થઈ…

ભુજ : કોરોનામાં હજારો લોકોએ રોજગારી ગુમાવી છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. આવા સમયે નોકરી લેવા માટે વાંચ્છુકો અવનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે મુંદરામાં એક નવો જ કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. કંપનીમાં નોકરી લેવા માટે બિહારના શખ્સે મુંદરા પોલીસ ખોટો સ્ટેમ્પ બનાવી કંપનીમાં પોલીસ વેરીફીકેશનનો લેટર રજૂ કરી દીધો હતો. જો કે કંપની દ્વારા આ કિમીયાનો ભાંડા ફોડ કરી બિહારના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.અદાણી વિલમાર કંપની મુંદરાના સુપરવાઈઝર દીપક દેવીશંકર તિવારીએ મૂળ બિહારના સમસ્તીપુરના અને હાલે નાના કપાયામાં આશાપુરાનગરમાં રહેતા રાહુલ વિનોદકુમાર શર્મા સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાહુલે ફરિયાદીની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝના લેટર પેડ પર ‘પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ/ એલઆઈબી પોલીસ સ્ટેશન મુંદરા- કચ્છ’ના હોદ્દાનો બનાવટી સિક્કો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ખોટા સહી સિક્કા કરી બનાવટી પોલીસ વેરીફીકેશન લેટર બનાવી કંપનીમાં રજૂ કરાયો હતો. જેથી આ કાવતરા બદલ રાહુલ સામે ગુનો દાખલ કરાયો છે. બનાવની તપાસ પીઆઈ એમ.આર. બારોટને સોંપાઈ છે