અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી કરાઈ

મુન્દ્રા : પ્રાચીન કાળથી હિન્દુસ્તાનની પ્રજા દરિયાને દેવ માનીને પૂજે છે. દરિયો જીવસૃષ્ટિનું અબાધિત અંગ છે. અનેક જીવોનો પાલનહાર અને પોષણકડીને શકય બનાવતંુ પરિબળ છે. તેને સ્વચ્છ રાખવા માટે અને દરિયા કિનારાની જીવસૃષ્ટિને સાચવવા અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષો થી એક ચોકક્સ દિશામાં પ્રયત્ન થઈ રહેલ છે. ચેરીયા દરિયા કિનારાનંું અભિન્ન અંગ છે. ર૦૧૧થી ચેરીયા વાવેતરની કામગીરી સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી ચેરિયાની અલગ અલગ જાતીનંુ લુણીના દરિયા કિનારે વાવેતર કરી તેને જીવંત રાખવાનાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. ભગીરથ કાર્યમાં ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડેઝટ ઈકોલોજીનું માર્ગદર્શન અને ફાળો રહેલ છે. ચેરીયા વાવેતરનાં પર્યાવરણ માટે જરૂરી કાર્યની સાથે સાથે માછીમારોને બંધ સીઝનમાં રોજગારી પણ પ્રાપ્ય બને છે. વળી, સાગરખેડુઓના હાથે થતાં ચેરિયા વાવેતરનું એંશી ટકાથી વધારે પરિણામ મળે છે. વિશ્વ સમુદ્રિક દિવસનાં અનસંધાને લુણી બંદર પર સફાઈ કાર્યક્રમ અને વર્ષર૦ર૧રરની થીમ આજીવિકા ઉપાર્જન વિષય પર મત્સ્યાદ્યોગ ખાતા સાથે રહીને ચર્ચા આયોજીત કરવામાં આવી હતી. પ્રસંગે માછીમાર જાેગ અને તેમના જીવન ધોરણને ઉંચુ લાવવાનાં પ્રયત્નો સહ મત્સ્યોદ્યોગ ખાતાની અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની વિવિધ ઘટકો હેઠળની રાહત વિશે જણાવતા મહેશભાઈ દાફડા હાજર રહ્યા હતા. ફિશરીઝ ગાર્ડ ગોયલ શાતિલાલ તેજમાલજી તથા ભાટી નરેશકુમાર પરસોતમભાઈએ વિગતે સમજાવતા જણાવ્યું હતું કે, પગડીયા સહાય, બોટ માટે ગીલનેટની ખરીદી પર સહાય, ઈન્સ્યુલેટ બોક્ષ (આઈસ બોકસ)ની ખરીદી ઉપર સહાય, રેફ્રીજરેટર વાન ખરીદી પર સહાય, ડીપ ફ્રીજરની ખરીદી પર સહાય તેમજ હાજર રહેલ માછીમાર પરિવારને તેમના પીએમએસએસવાય અંતર્ગત મોટર સાયકલ વીથ આઈસ બોક્ષની ખરીદી પર સહાય જેવી અનેક વિધ સરકારની યોજનાઓનો વધુને વધુ પ્રમાણમાં માછીમારોને લાભ લેવા માટે ભુજ સ્થિત મત્સ્યદ્યોગ કચેરીનો સંપર્ક અથવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી. અદાણી ફાઉન્ડેશનના સામાજિક ઉતરદાયિત્વના વડા પંકિતબેન શાહે વિશ્વ સમુદ્ર દિવસ અંતગર્ત તમામ માછીમારોને શુભેચ્છા આપી હતી.