અદાણી ફાઉન્ડેશન અને તાલુકા હેલ્થ ઓફીસના સંયુક્ત ઉપક્રમે ‘ટીબી હારેગા દેશ જીતેગા’ અંતર્ગત કાર્યક્રમયોજાયો

મુંદરા : અદાણી ફાઉન્ડેશન અને તાલુકા હેલ્થ ઓફીસના સંયુક્ત ઉપક્રમે ટીબી રોગ જન-જાગૃતિ અને દર્દીઓને પોષણ યુકત પ્રોટીન પાવડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસની સાથે રહીને હકારાત્મક પરિણામ સ્વરૂપ ટી.બી.ના દર્દીઓમાં ઘટાડો થાય અને જાગૃતતા કેળવાય તે હેતુ થી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. હાલના સમયે તાલુકામાં કુલ ૮૪ ટી.બી.ના દર્દીઓને પોષણયુકત પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી અધિકારી ડો. મનોજ દવે, ફોકીયા સંસ્થાના  માધવીબેન, જીગરભાઇ, કીશોરસિંહ પરમાર,ડાયાલાલભાઇ આહીર, પ્રકાશભાઇ પાટીદાર, પ્રણવભાઇ જાેષી, ધર્મેન્દ્રસિંહ, ધ્રુવરાજસિંહ ચુડાસમા, વિરમભાઇ સાખરા, પ્રકાશભાઇ ઠક્કર, અદાણી હોસ્પિટલના મેડીકલ ઓફીસર ડૉ.પ્રકાશ ચૌધરી, ટીબી રોગના દર્દીઓ તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો હેતુ અદાણી ફાઉન્ડેશનનાં મનહરભાઇ ચાવડાએ જણાવ્યો હોત. ધ્રુવરાજ સિંહે અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે  કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. માધવીબેને જ્ણાવ્યું હતું કે, ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વરા ટી.બી.નાબુદીના ઉદેશ્ય લેવામા આવેલ છે, તેના માટે અમો બીજી કંપનીઓને સાથે રાખીને આ બાબતે ઘટતી કામગીરી કરીશુ. વિરમભાઇ સાખરાએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ કાર્યક્રર્મ કરવામાં આવ્યો જેનો લાભ મહતમ લોકો ને મળે એ ઇચ્છનીય છે.

મુંદરા-બારોઇ નગરપાલિકાના પ્રમુખ કીશોરસિંહ પરમારે આરોગ્યને લગતી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા ટી.બી.અધિકારી ડો. મનોજ દવેએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટી.બી. મુક્ત ભારત કરવાનું જે મહા અભિયાન શરૂ કરેલ છે તેમા આપણે સૌએ સાથે રહીને હકારાત્મક પરીણામ લાવવા માટે લોક સેવાના હેતુઓ અને સહકારથી દરેક સંસ્થાઓ અને ઔધોગિક એકમો દ્રારા જે સાથ સહકાર મળી રહેલ છે તે બીરદાવવા લાયક છે.

કાર્યક્રમને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફીસના ટીબી સુપરવાઇઝર મેઘજીભાઇ સોધમ અને અદાણી ફાઉન્ડેશનની ટીમે જહેમત ઉપાડી હતી. સંચાલન સિનિયર પ્રોજેકટ ઓફીસર પારસભાઇ મહેતાએ અને આભારવિધી મેડીકલ ઓફીસર ડો.નરેન્દ્ર ડોડીયાએ કરી હતી.