અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવાઈ

સેંકડો બહેનોને પગભર કરી સમ્માનિત બનાવા અદાણી ફાઉન્ડેશન કટ્ટીબદ્ધ

મુંદરા : ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી અદાણી ગ્રુપની સી.એસ.આર શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી હાઉસ મુંદરા ખાતે અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી હતી.
આ પ્રસંગે નારીના સંઘર્ષને એક નારી સારી રીતે સમજી શકે તે અનુસાર ડો. પ્રીતિબેનના માર્ગદર્શન થકી મુંદરા તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં જેવા કે ખેતી-પશુપાલન, ગ્રામ રક્ષક દળ, હસ્તકળા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશનના સહકારથી પોતાના જીવન અને આજીવિકામાં આમૂલ પરીવર્તન લાવનાર દીવાદાંડીરૂપ કામ કરનાર ૧૧ મહિલાઓનું જેમાં ક્રમશ ગીતાબેન જેઠવા, જ્યોતિબેન ટાંક, સ્મિતાબેન રોહિત, લીલાબા ચાવડા, પુજાબેન કશ્યપ, ડો.હિનાબેન જાની, વાલબાઈ ગઢવી, દેવલબેન ધેડા, પદ્માબા ચુડાસમા, ફરિદાબેન વાઘેર, ખાલીદા માંજલિયા, ડો. આયશાબેન ખત્રી વગેરે નારીશક્તિની કામગીરીને પ્રોત્સાહનના ભાગરૂપે મહેમાનોએ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી વિદ્યા મંદિર-ભદ્રેશ્વરમાં ધોરણ ૧૦ પાસ કરી તાજેતરમાં ડિપ્લોમા ઇજનેર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરનાર માછીમાર સમુદાયના આ પ્રથમ ઈજનેર મામદશકીલ ઓસમાનગનીની સાફલ્યગાથા મહેન્દ્રભાઇ પરમાર દ્વારા શ્રોતાઓ સામે રજૂ કરવામાં આવી હતી.
ગ્રામ વિકાસમાં નિપુણ એવા બે કાર્યકરોથી શરૂ થયેલ કામગીરી આજે અદાણી ફાઉન્ડેશન ભારતના ૧૩ રાજ્યોમાં ૨૭૦ જેટલા સામાજિક કાર્યકરો અને શૈક્ષણિક કામ સાથે ૪૦૦ થી વધારે વિષય નિષ્ણાંતો ધરાવતી ટીમ ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણી, પી.એન. રોયચૌધરી, વી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.
આ રજત મહોત્સવ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનની પાયાથી શરૂઆત કરનાર જીવણભાઈ ગઢવી, સુષ્માબેન ઓઝા તથા ગ્રામ વિકાસની કામગીરીનો વ્યાપ વધારનાર એવા મુકેશ સક્સેનાને યાદ કરી તેઓના કામોને સતત પ્રેરણા અને પીઠબળ પૂરું પાડનાર રક્ષિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અદાણી હાઉસ ખાતે ઉજવણી કરાઈ હતી. રક્ષિતભાઈ શાહે જણાવ્યુ કે, મુંદરાના કામ માટે ગૌતમભાઈ અદાણી અંગત રસ લે છે સાથે ડો. પ્રીતિબેન અદાણી પણ ગ્રામીણ સમુદાયની સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ પ્રસંગે યુનિટ સીએસઆર હેડ પંક્તિબેન શાહે પોતાની વાતમાં જણાવ્યુ કે, આજે અદાણી ગ્રૂપના ૧૧થી વધારે યુનિટ્‌સ કચ્છમાં ચાલી રહ્યા છે ત્યારે એક જવાબદાર જુથ તરીકે કામ કરી ૨.૫૦ લાખ હિતધારકો સુધી વિવિધ યોજના દ્વારા પહોંચ્યા છીએ. આ પ્રસંગના ભાગરૂપે માછીમાર સમુદાયને સરકારી યોજનાની માહિતી અને સાધન સહાય માટેનો કાર્યક્રમ મુન્દ્રા સ્થિત અદાણી ગેસ્ટ હાઉસ પર મત્સ્યધોગ વિભાગ સાથે રાખેલ. જેમાં તે વિભાગના વડા શ્રી સોલંકી તથા મહેશભાઇ દાફડાએ હાજર રહી જરૂરી માહિતી તથા સાધન સહાયના મંજૂરી પત્ર આપેલ. કોર્પોરેટ અફેર્સના હેડ સૌરભ શાહે હાજર રહી કામગીરીને બિરદાવી હતી. સંચાલન પારસભાઈ મહેતા, દેવલબેન ગઢવી તથા કરશનભાઇ ગઢવીએ કર્યું હુતં. આભારવિધી એસએલડી પ્રોજેકટ હેડ માવજીભાઈ બારૈયાએ કરી હતી.