અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી

મુંદરા : અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મુંદરાની ૧૭ શાળાઓ અને નખત્રાણાની ૮ શાળાઓ મળી કુલ ૨૫ શાળાઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતે. આ ઉજવણીમાં મુંદરાના ૮૧૮ અને નખત્રાણા તાલુકાના ૪૫૦ મળી કુલ ૧૨૬૮ ભૂલકાં સામેલ થયા હતા.
શિક્ષકોનો સંબોધન કરીને તથા વિદ્યાર્થીઓના વિકાસમાં શિક્ષકોના યોગદાનને બિરદાવી વિવિધ સંબોધનો કરીનને બાળકોએ દીવાલો શણગારી હતી. સાતત્ય, સમર્થ, નીડર નેતૃત્વ, સંઘર્ષ, સ્નેહ અને બલિદાન કરુણામૂર્તિ એવા શબ્દોથી બાળકોએ શિક્ષકોનું અભિવાદન કર્યું હતું.
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિભૂતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે એટલે કે તા. ૫ સપ્ટેમ્બર એમની યાદગીરીમાં વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં દિવસ – રાત એક કરનાર ગરૂજનોનું સન્માન કરવા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યુ હતું .
અદાણી ફાઉન્ડેશન ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ મુંદરા અને નખત્રાણાની તમામ શાળાઓમાં ૧ થી ૪ ધોરણના તમામ બાળકોને ફરજિયાત અંગ્રેજીનું શિક્ષણ વિદ્યા સહાયકો મારફતે આપવામાં આવે છે. આ નાનકડા પ્રયાસને વાલીઓએ સહર્ષ વધાવી લીધો હતો.