અદાણી પોર્ટના ડેટ્‌માં ઘટાડો થયો

અદાણી એન્ટરપ્રાઇસની આવકમાં ૨૦ ટકાની વૃધ્ધિ
અમદાવાદ : અદાણી એન્ટરપ્રાઇસની સપ્ટેમ્બર ૨૦૧૭ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવક ૨૦ ટકા વધીને રૂ.૯,૦૮૩ કરોડની થઈ હતી જે આગાલ વર્ષના સમાન ગાળામાં રૂ.૭,૫૯૪ કરોડની થઈ હતી. આ ગાળામાં કરવેરા, ઘસારા અને વ્યાજ પહેલાનો નફો વધીને રૂ.૭૭૩ કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૫૮૦ કરોડનો થયો હતો. અમારા રિન્યૂએબલ, કોલ, સિટી ગેસ વિતરણ, અને એગ્રો બિઝનેસની કામગીરીમાં સુધારો જોવાવાની સાથે નફાકારક રહ્યો હતો એમ ગ્રૂપ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.

અમદાવાદ : અદાણી  પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન લિ.નો સપ્ટેમ્બર ૨૦૧૭ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો ૭.૮૮ ટકા ઘટીને રૂ.૯૯૨.૩૭ કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૧,૦૭૭.૨૮ કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક વધીને રૂ.૨,૯૬૨.૧૨ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૨,૪૧૦.૦૩ કરોડની હતી. કંપનીનો આ ગાળામાં કુલ ખર્ચ વધીને રૂ.૧,૫૮૪.૧૯ કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૧,૨૫૧.૯૮ કરોડનો થયો હતો. કંપનીએ વિતેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૩૮૧ કરોડનો વધુ વેરો ચૂકવ્યો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૮૨ કરોડનો હતો. આમ કરવેરાની વધુ જોગવાઇને કારણે પણ નફો ઘટ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર નાણાં વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનામાં રૂ.૬૯૦ કરોડની કેશ જનરેટ કરવામા આવી હતી.