અદાણી જુથની કચ્છ-સેવાભાવનાને કોણ છાશવારે લગાડે છે બટ્ટો…!

ગેઈમ્સ સંચાલિત જી.કે.જનરલમાં ફરી છેડાયો વિવાદનો મધપુડો

મુંદરા પોર્ટ ક્ષેત્રથી દેશ જ નહીં દુનીયાભરમાં લબ્ધપ્રતિષ્ઠીત અદાણી જુથે ઋણાનુભાવ વ્યકત કરવા કચ્છને વિશાળ-અદ્યતન સિવિલ સંકુલની આપી છે ભેટ : મુંદરાને કર્મભુમિ બનાવી આજે વિશ્વકક્ષાએ ડંકો ગજવનાર અદાણી ગ્રુપની કચ્છપ્રત્યેની ભગીરથ સેવા કહી શકાય કાબીલેદાદ પરંતુ એ જ જી.કે. હોસ્પિટલમાં સ્થાનિકના અમુક બની બેઠલા વહીવટદારોના મનસ્વી-તઘલખી વલણ થકી અહી છાશવારે ડખ્ખા-હોબાળા-હંગામા થતા જ રહે છે અને તેના થકી અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને પહોચી રહ્યો છે વિના વાંકે ધક્કો..! : અદાણી ગ્રુપની કચ્છની સેવા-મદદ કરવાની સારી નીતી હોવા છતા પણ જી.કે. હોસ્પિટલોમાં વારંવાર થતા હોબાળાઓની ઘટના સૂચક

અદાણી ગ્રુપ જયાં સુધી સ્થાનિકે ખુદના હાટડા-ધંધા ધરાવનારા વહીવટદારોને જી.કે.ના સંચાલનથી દુર નહી કરે ત્યાં સુધી આવી ઘટનાઓ અટકાવી બની રહેશે કપરી : સ્થાનિકના ખુદના વ્યવસાય તબીબીજગતમાં ન ધરાવતા હોય તેવાને જી.કે. સહીતની કમાન અદાણી ગ્રુપે સોપવી જોઈએ : હાલમાં અમદાવાદમાં બેસીને જી.કે.નો વહીવટ ચલાવાઈ રહ્યો છે..તેમાં છબરડાઓ નહી થાય તો શુ થશે ? : જાણકારોનો સુચક ઈશારો

ગાંધીધામ : કચ્છના મુંદરાને કર્મભૂમિ બનાવી બંદરક્ષેત્રથી આજે કચ્છ-ગુજરાત માત્ર જ નહી પરંતુ દેશ-દેશાવરમાં જે ઉદ્યોગજુથનો પરચમ લહેરાય છે, ડંકો ગાજે છે તેવા અદાણી ગ્રુપની કચ્છ-કર્મભુમિ પ્રત્યેની ઋણાનુભાવની ઉમદા અને સારી ઈચ્છા-ઈરાદા અને નીતી હોવા છતા પણ દર બે માસ થાય અને અદાણી સંચાલિત ભુજની જી.કે.જનરલ હેાસ્પિટલમાં વિના વાંકનો કોઈ મોટો ડખ્ખો, હંગામો, કે વિવાદ ઉભો રહેવા પામી જાય છે જેથી અદાણી ગ્રુપને વિના વાંકે પરેશાનીનો સબબ બનવાનો વારો આવી રહ્યો છે તો વળી તેમની પ્રતિષ્ઠાને પણ કયાંકને કયાંક ખોટી રીતે ધક્કા લાગતા હોય તેમ ચિત્ર ઉપસતું જોવાઈ રહ્યું છે.હા, અહી વાત કરી રહ્યા છીએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ કે જે અદાણી ગ્રુપ સંચાલિત છે. અદાણી જુથે તેમની કર્મભૂમિ કચ્છ પ્રત્યે ઋણ વ્યકત કરવાના સારા હેતુથી કચ્છને જી.કે.જનરલ જેવી વિશાળ હોસ્પિટલનું સંચાલન સંભાળીને મોટા આરોગ્યધામની અહી ભેટ આપી છે. અદ્યતન સાધનો, વિવિધ વિભાગો શરૂ કરવા, નિષ્ણાંતો અને તબીબોને લાવવા સહિતના અથાગ પ્રયાસો અદાણી જુથે કર્યા છે છતા પણ આ હોસ્પિટલમાં એક સમે ત્યાં બીજો ખોટા અને નાહકનો વિવાદ ઉપસાવાતો હોય તેમ અહી હંગામો થવા પામી જાય છે.વિચાર તો કરો કે અદાણી જુથનો હેતુ કચ્છ માટે કેટલો બધો સારો છે. છતા પણ કયારેક અહી દર્દીના સગાઓને સારવારને લઈને તો કયારેક દર્દીઓના સગાઓના મૃતદેહોની અદલાબદલી થઈ જવા અને તે પછી દર્દીઓને સારી રીતે સાંત્વના આપી સમજણ આપવાના અભાવે મામલો બિચકે અને હોસ્પિટલમાં રોષ વ્યકત થાય, જેના લીધે અદાણી સંચાલિત હોસ્પિટલમાં ફરી હંગામો તેવી વાતો માધ્યમોથી બહાર આવે અને વિના વાકે અદાણી જુથને બદનામીનો ભોગ બનવાનો પણ વારો આવે છે. હાલમાં પણ અહી અદાણી સંચાલિત મેડીકલ કોલેજમા પણ ભાવિ તબીબો પ૦ જેટલા એક સાથે એડમીટ થયા, તેઓની તબિયત બગડી, હોવાના અહેવાલો માધ્યમોમોએ મોટા ઉપાડે લીધા છે. ગણતરીના સમયમાં જ બધાયની તબિયત સારીએ દેખાડી દેવામા આવી તો પછી આવા ગતડકાઓ અદાણી ગ્રુપને જ હેરાન-પરેશાન કરવા જ થઈ રહ્યા છે કે શુ? કોલેજ હોય કે પછી જી.કે. જનરલ હોસ્પિટલ તેમાં સ્થાનિક વહીવટદારો કરે છે શુ? જાણકારો કહી રહ્યા છે કે, અદાણી ગ્રુપની સેવાનો હેતુ ખુબ સારો છે પણ સ્થાનિકે સંચાલનમાં જે બેઠા છે તેઓ ખુદના વ્યવસાયીક પ્રતિષ્ઠાનો ધરાવી રહયા છે અનતે તેઓને અદાણી ગ્રુપના હેતુઓ નહી પણ ખુદના ઉલ્લુ સીધા કરવામાં જ વધારે રસ છે. તેઓ એજ પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા જ રહે છે. કેટલાક વહીવટદારો અમદાવાદથી બેઠા બેઠા વહીવટ ચલાવે છે અને દોરીસંચાર કરી રહ્યા છે. વિચાર તો કરો કે, આવામાં કેમ વહીવટ ચાલે? જયાં સુધી અદાણી ગ્રુપ સ્થાનિકે પારદર્શક છબી ધરાવતા અને ખુદના વ્યવસાય પ્રતિષ્ઠાનો ન હોય તેવાઓને જી.કે.જનરલ હોસ્પિટલનુ સંચાલન નહી સોપે ત્યા સુધી આવા કકળાટો, હંગામા અને ખોટા તરકટો બંધ થવા મુશ્કેલ બની રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.

રીટાયર્ડ આઈએએસની નહીં, ગરીબ દર્દીઓની વ્યથા સમજે તેવા વહીવટદારની જી.કે. હોસ્પિટલને છે જરૂર
ગાંધીધામ : ભુજની વર્તમાન જી.કે.જનરલ હોસ્પિટલ ગરીબ-ગુરબાઓને માટે આર્શીવાદરૂપ પુરવાર થઈ શકે તેવી સેવા-સુવિધાઓ અહી અદાણી ગ્રુપ દ્વારા વિકસાવી દેવામા આવી છે. તેમ છતા પણ દર્દીઓને હાલાકી થવી અને નાહકની પરેશાનીઓ ઉભી થાય છે તેવા સમયે સ્થાનિકો દર્દીના પરીવારજનોને સાંત્વના આપનાર પણ કોઈ હોતુ નથી જેના લીધે અદાણી જુથની પ્રતિષ્ઠાને અસર પહોચી રહી છે. આવામા જાણકારો કહે છે કે સિવિલ હોસ્પિટલમા મોટાભાગે ગરીબ-જરૂરીયાતમંદ દર્દીઓ જ આવતા હોય છે. આવા દર્દીઓને સાચવી શકે, સાત્વના-સારવાર આપી શકે તેવા વહીવટદારની હાલમાં જી.કે. જનરલ હોસ્પિટલને જરૂર છે નહી કે રીટાર્યડ આઈએસએસ જેવાઓની. પોતાને હેાશીયાર સમજતા તથા અમદાવાદમા બેસીને વહીવટ ચલાવતા આઈએએસ કરતા જમીની સ્તરથી જોડાયેલ વ્યકિત જી.કે.નુ સંચાલન વધુ સારૂ કરી શકે તેમ છે. અમદાવાદની સિવિલ હોસ્પીટલ જેવી જ સગવડો હવે ભુજની જી.કે. હોસ્પિટલમાં થવા પામી ગઈ છે. પરંતુ જે અભાવ ખટકે છે તે ઉપરવાળાઓ સુધી સાચી માહીતીઓ પહોચાડવી હવે જરૂરી બની રહી છે.