અદાણીગ્રુપની સેવાની સોનાની થાળીમાં લોઢાના મેખનો અવિરત કારસો યથાવત

  • ભુજ જી.કે.માં હોબાળાનો સિલસિલો બરકરાર

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છાશવારે થતા ડખ્ખા-હોબાળાની ઘટનાઓ શંકાપ્રેરક : સ્થાનિકના હેાસ્પિટલના વહીવટદારોની નબળી નીતી કે પછી ઈરાદાપૂર્વક અદાણ ગ્રુપને બદનામીનો બટ્ટો લગાડવાની છાની રમત? જાણકારોના સવાલો

એકતરફ અદાણી ગ્રુપ મુંદરા બંદરે ક્રોએજેનીક ઓકિસજનના ટેન્ક વિદેશથી મંગાવી કચ્છ-ગુજરાતને કોરાનાના કપરાકાળમાં મસમોટી સેવા-મદદનુ કરી રહયુ છે કામ, તો બીજીતરફ જી.કે.માં આ જ અદાણી ગ્રુપની સેવાને ફટકો લગાવવા સમાન ઘટનાક્રમોના વધી રહ્યા છે સિલસિલા

અદાણીગ્રુપે આવી સ્થિતીમાં સૌને સમજાવટથી શાંતિથી વાત કરી સમાધાનકારી વલણ અપનાવી શકે તે માટે વી.કે. ગઢવીની નિમણુક કરી હતી..? હાલમાં આ મહાશય શ્રી ગઢવી કેમ કયાંય ડોકાતા નથી?

ગાંધીધામ :કચ્છને કર્મભુમી બનાવીને આજે દેશ-વિદેશમાં ઉદ્યોગક્ષેત્ર નામના મેળવનાર પ્રતિષ્ઠીત અદાણી ગ્રુપ કચ્છનુ ઋણ અદા કરવાની દીશામાં સતત પ્રયત્નશીલ રહ્યુ છે. તેઓએ કચ્છને વળતુ આપવાની દીશામાં અહી ૧૩ર કરોડની હોસ્પિટલ કે જેને લગભગ કચ્છ-ગુજરાત નહી એશીયાના સારામાં સારા માળખામાં ગણનાપાત્ર માનવામાં આવે છે તે આરોગ્યધામની ભેટ આપી છે. અહી અદ્યતન સાધનો વસાવાયા છે, તબીબોની પણ નિમણુકો કરવામા આવી રહી છે તેમ છતા પણ બીજીતરફ જાણે કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ કે જે અદાણી ગ્રુપ સંચાલીત છે ત્યાં દર બે માસે આ ગ્રુપન સેવાની સોનાની થાળીમાં લોઢાનો મેખ લાગી જાય તેવા છાના કારસાઓ એક પછી એક સતત ઘટવા પામી રહ્યા હેાવાની સ્થીતી સર્જાવવા પામી રહી છે.હાલમાં પણ કોરોનાની મહામારીએ માજા મુકી છે, આ હોસ્પિટલ જાણે કે, સેવાનુ એકતરફ કેન્દ્ર બની ગયુ છે તો બીજીતરફ અહી રોજ બરોજ માની ન શકાય તેવી ઘટનાઓને લઈને મોટા હોબાળાઓ થવા પામી રહ્યા છે. દર્દીઓના સગાઓને અહી પારાવાર મુશ્કેલીઓ પડવાની સાથે જ તેમને કોઈ સાંત્વના આપી શકાય તેવા પણ સ્થાનિકના જવાબદારો ન રહ્યા હોવાની સ્થીતી સતત સર્જાતી જોવાઈ રહી છે. ગત રોજ પણ ભુજની જી.કે.જનરલ હેાસ્પિટલમાં ડેડબોડી ન મળવી તથા ચાર જેટલી ડેડબોડી ગાયબ હેાવાની પ્રાથમિક બહાર આવેલી વાતો બાદ ભારે હોબાળો અને દેકારાો મચી ગયો હતો. અહી સવાલ એ થાય છે કે, અદાણી ગ્રુપ સંચાલિત આ હોસ્પિટલમાં આવા પ્રકારના મિસમેનેજમેન્ટની ઘટનાઓ સામે કેમ આવી રહી છે? કેમ બની રહી છે? શુ અહી આ તમામનુ સંકલન સાધી શકે, તેને જોવાવાળા અધિકારીઓ મુકાયેલા જ નથી? જો મુકાયા છે તો તે દરવખતે કેમ નિષ્ફળ પુરવાર થવા પામી રહ્યા છે? જાણકારો કહી રહ્યા છે કે, સ્થાનિકે મોટાભાગે ખુદના દવાખાના-હોસ્પિટલો ધરાવનારાઓને જ વહીવટ આપી દેવામાં આવ્યો હોવાથી તેઓ ખુદના જ ઉલ્લુ સીધા કરવામં પડયા છે અને અદાણી ગ્રુપને જાણતા અજાણતા તેનાથી મોટુ નુકસાન પહોચી રહ્યુ હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. જયાં સુધી અદાણી ગ્રુપ સ્થાનિકે ખુદની પ્રેકટીશ કે દવાખાના-હોસ્પિટલ ધરાવનારાઓને અહી વહીવટથી દુર નહી કરે ત્યા સુધી આવી ઘટનાઓ થકી બદનામીની કાળી ટીલ્લીઓ લાગતી જ રહેશે.અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છાશવારે થતા ડખ્ખા-હોબાળાની ઘટનાઓ શંકાપ્રેરક બની રહી છે. સ્થાનિકના હેાસ્પિટલના વહીવટદારોની નબળી નીતી કે પછી ઈરાદાપૂર્વક અદાણ ગ્રુપને બદનામીનો બટ્ટો લગાડવાની છાની રમત અહી ખેલાઈ રહી છે તે પણ તપાસ કરવી જોઈએ.એકતરફ અદાણી ગ્રુપ મુંદરા બંદરે ક્રોએજેનીક ઓકિસજનના ટેન્ક વિદેશથી મંગાવી કચ્છ-ગુજરાતને કોરાનાના કપરાકાળમાં મસમોટી સેવા-મદદનુ કરી રહયુ છે કામ, તો બીજીતરફ જી.કે.માં આ જ અદાણી ગ્રુપની સેવાને ફટકો લગાવવા સમાન ઘટનાક્રમોના વધી રહ્યા છે સિલસિલા! કોણ છે તેની પાછળ જવાબદાર?કોરોનાની ગંભીર બીમારી-કટોકટીની સ્થીતીમાં દર્દીઓને ૧૩ર કરોડથી વધુના હોસ્પિટલના માળખામાં સારવાર ન મળે, ઈન્જેકશનો ન મળી શકે, ઓકિસજનને લઈને બબાલ થાય તે તો સમજી શકાય છે પરંતુ દર્દીઓના સગાઓના મૃતદેહો કલાક સુધી ન આપવમાં આવે અને વળી વધુમાં આવા સગાવ્હાલાઓને સાંત્વના આપી શકે તેવો કોઈ અધિકારી પણ ન હોય તે તો ગળે ન ઉતરતી વાત જ કહી શકાય. પાછલા બે માસમાં પણ જ રેકર્ડ તપાસાય તો દર્દીઓના સગાવ્હાલાઓ ડખ્ખા કર્યાના અનેક ઘટનાઓ અહી સામે આવવા પામી ગઈ છે. અદાણી જુથના સ્થાનીકના મોભીઓ આ બાબતે વધુ સજાગ બને તે વધારે ઈચ્છનયી બની
રહ્યુ છે.

  • ડેડબોડી બદલાઈ જવાની લાંબા સમયથી આવે છે ફરીયાદ?હો સ્પિટલના લાપરવાહો સામે શબકરૂપ કામગીરી જરૂરી?
    કોરોનાની ગંભીર બીમારી-કટોકટીની સ્થીતીમાં દર્દીઓને ૧૩ર કરોડથી વધુના હોસ્પિટલના માળખામાં સારવાર ન મળે, ઈન્જેકશનો ન મળી શકે, ઓકિસજનને લઈને બબાલ થાય તે તો સમજી શકાય છે પરંતુ દર્દીઓના સગાઓના મૃતદેહો કલાક સુધી ન આપવમાં આવે અને વળી વધુમાં આવા સગાવ્હાલાઓને સાંત્વના આપી શકે તેવો કોઈ અધિકારી પણ ન હોય તે તો ગળે ન ઉતરતી વાત જ કહી શકાય..!

ગાંધીધામ : ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃતદેહોના આંકડાને લઈને તો સવાલો ઉઠતા જ રહે છે દરમ્યાન જ હવે અહી ડેડબોડી ગુમ થવાની ઘટનાઓ બની રહી છે. આ તો કેટલી ગંભીર પ્રકારની બેદરકારી જ કહી શકાય. હકીકતમાં આ બાબતે હોસ્પિટલના લાપરવાહો સામે શબકરૂપ કડક કાર્યવાહી ઘટે તે જ સમયની માંગ બની રહી છે.

  • પીપીઈ કીટ પહેરીને દર્દીને પૂર્છા કરતો ફોટો પણ કરાવો પ્રસિદ્ધ

એસી ચેમ્બર્સમાં મીટીંગોના નાટક બહુ થયા : હોસ્પિટલની ઝભ્ભાલેંગાવાળ લ્યો હવે મુલાકાત?

મતો માંગવા જે રીતે બે હાથ જોડીને નીકળી પડતા હતા, હવે પ્રજાએ જેના માટે મતો આપ્યા છે તે કટોકટીનો સમય, મદદે આવવાની સ્થિતી આવી પડી છે, રાઉન્ડટેબલ કોન્ફરન્સ છોડો, ગ્રાઉન્ડ સ્તરે મદદે ઉતરી પડો, ભાજપ અધ્યક્ષ પાટીલે પણ ભાજપના નેતાઓને પ્રજા વચ્ચે જવાનુ કહ્યુ છે.., આવા આદેશની અમલવારીના હવે થઈ રહ્યા છે ફિયાસ્કા

ગાંધીધામ : કોરોનાની મહામારીએ હાલમાં માજા મુકી છે. કચ્છમાં પણ રોજબરોજ કેસો વધી રહ્યા છે ત્યારે બીજીતરફ અહીની એકમાત્ર જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના વહીવટને લઈને પણ રોજબરોજ ગંભીર પ્રકારના સવાલો ખડા થવા પામી રહ્યા છે. આવામાં બીજીતરફ બની બેઠેલા કચ્છના રાજકારણીઓપણ માત્ર એસી ચેમ્બર્સમાં બેસી અને મીટીંગોમાં જ વ્યસ્ત છે અથવા તો પછી રજુઆતો કરી હોવાના પડઘાના લીંબડજશ ખાટતા જેાવાઈ રહ્યા છે. હકીકતમાં જનરલ હેાસ્પીટલમાં દર્દીઓના સગાઓને પડતી હાલાકી અને ડેડબોડી ગુમ થઈ જતી હોવાન સુધીની ઘટનાઓને લઈને સાચી તપાસ કરવી જોઈએ. જે રીતે મતો માંગવાને માટે ધરોઘર દોડી જતા હતા તેવી જ રીતે હવે ભુજની જી.કે. જનરલ હેાસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેખાડો તો જ કચ્છની પ્રજા પ્રત્યેનો તમારો સાચો પ્રેમ અને સમર્પણ સાબિત થવા પામી શકે તેમ છે.

  • ટીમ ડો.નરેન્દ્ર હિરાણીની મહેનત કાબીલેદાદ
    ગાંધીધામ : જી.કે. હોસ્પીટલ પ્રશાસન પર માછલા ધોવાના કારણો અનેક છે. એક તો બધી હોસ્પીટલવાળા દર્દી ૮૦ ટકા સુધી બિમાર હોય ત્યાં સુધી દર્દીનો આર્થિક લાભ પુરેપુરો લેતા હોય છે, જેવો કેસ બગડતો દેખાય, દર્દીને ૮પ ટકા તબિયત લથડી જાય કે, જી.કે.મા કરી દેવાય છે રીફર, જે આખાય કચ્છમાંથી દર્દીઓ જી.કે. તરફ મોકલાતા હોવાનો છે સિનારીયો, જી.કે.ની આ તમામ મજબુરીઓ તરફ પણ ધ્યાન આપવુ જોઈએ, વિચારવુ જોઈએ. નોંધનીય છે કે, ટીમ ડો.નરેન્દ્ર હિરાણીના તબીબો-સ્ટાફ હાલમાં રાત-દિવસ જોયા વિના યુદ્ધના ધોરણે સેવાયજ્ઞમાં કામે લાગેલા છે, દર્દી સાજા થાય, તે માટે પુરેપુરી તાકાત લગાડીને કરી રહ્યા છે કામ, પણ દર્દીઓ જ એવી નાજુક સ્થિતીએ જી.કે. સુધી પહોંચી રહ્યા છે કે, તેમને જીવાડી શકાતા ન હોવાની સર્જાય છે સ્થિતી
  • જી.કે. હોસ્પિટલમાં મૃતદેહો ગુમ થયા અંગેના હોબાળાનો વીડિયો થયો વાયરલ

બનાવને લઈને અદાણીના મેનેજમેન્ટ દ્વારા સ્પષ્તા કરીને દિલગીરી વ્યક્ત કરાઈ

ભુજ : કચ્છમાં કોરોનાની મહામારીને કારણે દિનપ્રતિદિન પરિસ્થિતિ કથડતી જાય છે ત્યારે જી.કે જનરલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. કોવિડ વોર્ડની બહાર જ દર્દીઓના સ્વજનોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.વહીવટી અને આરોગ્યતંત્રનું સ્થિતિ ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં આયોજનના અભાવે દર્દીઓના મોત નીપજતા હોવાના આક્ષેપો ઉઠ્‌યા છે. દર્દીના મોત બાદ તેમના સંબંધીઓને સાચી હકીકત પણ જણાવવામાં આવતી નથી.
પરિણામે ગાંધીધામના ગળપાદરના એક દર્દીના પરિવારજનો તેમજ અન્ય કેટલાકે દર્દીઓના સ્વજનોએ હોબાળો કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. જેમા એક દર્દીની ડેડ બોડી ગાયબ થઈ ગઈ હોવાના આક્ષેપો કરાયા હતા. સ્વજનો દ્વારા હોસ્પિટલના જવાબદારોને વારંવાર પૂછવા છતા કોઈ સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો હતો.
તેથી પરિવારજનોએ જવાબદારો સાથેની રકજકનો વીડિયો શુટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમા ચારેક ડોડબોડીઓ મળતી નથી તેવા ગંભીર આક્ષેપો કરાયા હતા. અને મૃતકોના સ્વજનોને પણ કોઈ જાણ કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં સર્જાયેલી બબાલને કારણે સવારથી અન્ય દર્દીઓની પણ કોઈ પૂછતાછ થઈ શકી નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે કોવિડ વોર્ડમાં સારવાર મેળવતા અન્ય દર્દીઓની યોગ્ય સારવાર થાય તેવી માંગ
ઉઠી છે.

  • જી.કે.માં મૃતદેહો ગુમ થયાના વાયરલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા

ભુજ : જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓનાં મૃતદેહો ગુમ થયા અને મળતા ન હતા, તે અંગે દર્દીઓનાં સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે જણાવવાનું કે મૃતદેહો ગાયબ ન્હોતા થયા, પરંતુ કામનાં વધુ ભારણને કારણે મૃતદેહ પેકીંગ દરમિયાન કોન્ટ્રાક્ટનાં કર્મચારી દ્વારા ટેગીંગમાં થયેલ શરતચુકને કારણે ગેરસમજ ઉભી થઇ હતી. બાદમાં વ્યવસ્થિત તપાસ કરતા મૃતદેહો યોગ્ય જગ્યાએ અને યોગ્ય હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર મામલો એક કલાકના સમયમાં ઉકેલાઈ ગયો હોવાનું અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટના સત્તાવાર સુત્રો મારફતે જાણાવવામાં આવ્યુ છે. પરિવારમાં કોઇનું અવસાન થાય ત્યારે સ્વજનો પર શું વીતે છે એ આપણે સૌ જાણીએ છીએ, તેઓ ગુસ્સામાં હોય તે સ્વાભાવિક છે. આ સમગ્ર ઘટના દરમિયાન દર્દીઓનાં સ્વજનોને જે તકલીફ ભોગવવી પડી તે બદલ આદાણીના મેનેજેમન્ટે દિલગીરી પણ વ્યક્ત કરી હતી.