અથડામણ ખત્મ : આતંકી દબોચાયા શાબાશ સેના : શહાદતને સલામ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાને આ બાબતે જાણકારી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ હાજર છે જેને કારણે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો.
ત્યારપછી સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આખા વિસ્તારમાં એન્કાઉન્ટરને કારણે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે આતંકીઓને કોઈ પણ પ્રકારની મદદ ના મળી શકે.
એન્કાઉન્ટર વિશે જાણકારી આપતા જમ્મુ કાશ્મીર ડીજીપી એસપી વૈદ્ય ઘ્‌વારા જણાવવામાં આવ્યું કે અમને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી.
ત્યારપછી શ્રીનગરના બાટામુલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું. આ દરમિયાન આતંકીઓ ઘ્‌વારા પણ ગોળીબારી શરુ કરી દેવામાં આવી. જેમાં એક જવાન શહીદ થઇ ગયો. જયારે સીઆરપીએફના બે જવાનોને ગોળી વાગી ગયી છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે.