અણુ કાર્યક્રમ શરૂ કરશો તો પરિણામો માટે તૈયાર રહેજોઃ ટ્રમ્પની ઇરાનને ધમકી

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનના અણુ સોદામાંથી અમેરિકાની પાછીપાનીની ઘોષણા કર્યા બાદ ૯મીમેએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તહેરાન આ વાત કાને નહીં ધરે અને અણુ શસ્ત્ર કાર્યક્રમનો પુનઃઆરંભ કરશે તો તેને અત્યંત માઠા પરિણામો ભોગવવા પડશે. આ અંગે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જ્હોન બોલ્ટને કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખે ઈરાન અણુ સોદામાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે તેમ જ તહેરાન પર કોઈપણ નવીન કરાર માટે તાબડતોબ પુનઃપાબંદી લાદવાનું નક્કી કર્યું છે પણ તેમને મુદત કરતાં અગાઉની ૯૦થી ૧૮૦ દિનની અવધિ (વીન્ડ-ડાઉન પીરીયડ) આપવામાં આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પે સંબંધિત વિભાગો તથા એજન્સીઓને નિર્દેશો આપતા આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યો હતો.