અટકવી જોઈએ સીંગતેલમાં ભેળસેળ : ગોવીંદભાઈ પટેલ

ગૃહમાં ભાજપના ધારાસભ્યનું મગફળી મુદે ચોંકાવનારૂ નિવેદન : જો ભેળસેળ અટકે તો કંપનીઓ વધુ મગફળી ખરીદી શકશે

ગાંધીનગર : આજ રોજ ગુજરાત વિધાનસભામાં કૃષી અને સિંચાઈ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થવા પામી રહી છે દરમ્યાન જ મગફળીના ભાવોને ખરીદીને લઈને જે ચર્ચા થતી હતી તેને લઈને ભાજપના ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલે કહ્યુ હતુ કે, સીંગતેલમાં ભેળસેળ અટકવી જોઈએ. કારણ કે આ તેલમાં ભેળસેળ થતી હોવાની ફરીયાદ છે તેનાથી માંગ ઘટી રહી છે અને તેના લીધે મગફળીની ખરીદી ઓછી થવા પામી રહી છે અને તેના લીધે જ ખેડુતોને નુકસાન થવા પામી રહ્યુ છે.
એકંદરે તેઓએ સીગતેલમાં ભેળસેળ થતી અટકાવાવની વાત કરી હતી જેનાથી લોકોનો તેના તરફે વીશ્વાસ વધશે તેમ જણાવ્યુ હતુ.જો ખેડુતોના મગફળીના વેંચાણને વધારવુ હોય તો આવી ભેળસેળ અટકાવી જોઈએ.