અજાપર નજીક ત્રિપલ અકસ્માત ઃ બાઈક ચાલકનું મોત

અંજાર : તાલુકાના અજાપર ગામના પાટીપા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓ ઘવાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના માધાપરમાં રહેતા અને લીલોચારો વેચવાનું કામ કરતા પોપટ ચેલા ભીલ (ઉ.વ.૪પ) તથા તેના ભાઈ હીરા ચેલા ભીલ બન્ને જણા મોટર સાયકલ ઉપર ભચાઉ તરફ જતા હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં અજાપર ગામના પાટીયા પાસે બાઈક સાથે બોલેરો કાર નંબર જીજે. ૧ર. એકે. પ૯૦પના ચાલકે ભટકાવી એક્સિડેન્ટ કરેલ અ ને તે દરમ્યાન ટાટા નેનો નંબર યુપી. ૧પ. એવાય. રર૩૭ પણ ભટકાતા ત્રિપલ એક્સિડેન્ટ થયેલ જેમાં બાઈક ચાલક પોપટ ભીલને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. જ્યારે તેના ભાઈ હીરા ભીલ તથા નેનોમાં સવાર બે વ્યકિત મળી ત્રણને ઓછીવતી ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અંજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી પીએસઆઈ પી.કે. ઝાલાએ તપાસ હાથ ધરી હતી.