અંબિકા પટેલની ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યૂઝિયમના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક

(જી.એન.એસ.)વડોદરા,વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.ના મ્યુઝીયોલોજીસ્ટ અંબિકા પટેલ ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યુઝિયમના પ્રેસિડેન્ટ તરીકે નિમાયા છે, જે સંસ્કારી નગરી વડોદરા અને ગુજરાત માટે પણ ગર્વની વાત કહી શકાય તેમ છે.વડોદરાની એમ.એસ.યુનિ.ની ફાઇન આટ્‌ર્સ ફેકલ્ટીના વિભાગ ફેકલ્ટી ઓફ મ્યુઝીયોલોજીસ્ટ વિભાગના હેડ અંબિકા પટેલની ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યુઝિયમના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. અંબિકા પટેલ અગાઉ ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ ઇન્ડિયાના સેક્રેટરી અને ચાર વર્ષ એશિયા પેસિફિક રિજીયન કમિટી ઓફ આઇકોમના બોર્ડ મેમ્બર રહી ચૂક્યા છે.તેઓ પ્રથમ ગુજરાતી હશે કે જેઓ ઇન્ટરનેશનલ લેવલે નેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમના નેજા હેઠળ ૩૨ ઇન્ટરનેશનલ કમિટી અને ૧૧૮ નેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ કાર્યરત છે. જેઓ પ્રોફેશનલ્સ યુનેસ્કો સાથે સંકળાયેલ હોય છે. અંબિકા પટેલનું કહેવું છે કે મ્યુઝીયોલોજીસ્ટ તરીકે ઘણા દેશોની ફેલોશીપ મેળવીને સંશોધન અને અભ્યાસ કરી ચુક્યા છે. જેમાં સીધી જ આઇકોમ સાથે કામ કરવાનું થયું. જેને લઈ આજે પ્રમુખ બની શકાયું.