અંતે ડીપીટીમાં મોબાઈલ હાર્બર ક્રેઈન મુકાઈ

ડીપીટીની સાધન-સંપન્નતા ભણી વધુ એક ડગ : જો કે, કામદારોને મોબાઈલ ક્રેઈન આપી શકે છે રોજી-રોટી પર ફટકો

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ વધુ સાધન સુવિધાની દ્રષ્ટીએ સજજ બની જવા પામી ગયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. અગાઉની મળેલી બોર્ડ બેઠકમાં દીનદયાલ પોર્ટ ડીપીટી કંડલાએ લીધેલા નિર્ણય અનુસાર પોર્ટમાં મોબાઈલ હાર્બર ક્રેઈન ખરીદવાના નિર્ણયની અમલવારી થવા પામી ગઈ છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર નવી મોબાઈલ હાર્બર ક્રેઈન જેની લાંબા સમયથી ડીપીટીમાં આવવાની ઈંતેજારી થતી હતી તે આવી જવા પામી ગઈ છે. ગત તા.૧૪મી અને ૧પમી એપ્રીલના રોજ નવી મોબાઈલ હાર્બર ક્રેન્સ કાર્ગો જેટી પર સેવારત કરી દેવાઈ છે. લાંબા સમયની આુતરતાનો એકતરફ અંત આવવા પામી ગયો છે ત્યારે બીજીતરફ મોબાઈલ હાર્બર ક્રેઈનના લીધે કંડલામાં વરસોથી કાર્યરત કામદારોની રોજીરોટી પર કયાંક ને કયાંક અસર પડી શકે તેમ મનાય છે. અને આ નિર્ણય થકી વિરોધનો સુર પણ ઉઠવાની બીજીતરફ વકી સેવાઈ રહી છે.