અંતે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી પદેથી શૈલેન્દ્રસિહ જાડેજાનું રાજીનામું

ગાંધીધામ : કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી પદે રીપીટ થયેલા અને સેવારત રહેલા યુવા નેતા શૈલેન્દ્રસિંહ બી. જાડેજાએ આજ રોજ મહામંત્રી પદેથી જિલ્લા ભાજપ પ્રુમખને રાજીનામું આપી દીધુ છે.
આ અંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ પ્રેસ-મીડીયામાં આવતી કેટલીક વિગતોને ધ્યાને લઈ અને શિસ્ત અને પક્ષની પ્રણાલીને અનુસરતા તેઓએ મહામંત્રી પદેથી આજ રોજ અમને રાજીનામું સુપરત કર્યુ છે જેનો સ્વીકાર કરવામા આવ્યો છે. પ્રાથમિક સભ્ય પદે શૈલેન્દ્રસિંહ બી. જાડેજા હાલમાં યથાવત જ રહેવા પામશે.