અંતરજાળમાં રપ હજારનો વિદેશી શરાબ ઝડપાયો : આરોપીઓ ફરાર

ગાંધીધામ : તાલુકાના અંતરજાળ ગામે પોલીસે છાપો મારી ૭૩ બોટલ શરાબ ઝડપી પાડયો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જતા તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંતરજાળ ગામે આવેલ કોમ્યુનીટી હોલ પાછ બાવળની ઝાડીઓમાં શરાબનો જથ્થો ઉતર્યો હોવાની આદિપુર પોલીસને મળેલ બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાએ રાત્રીના ર-૩પ કલાકે છાપો મારતા બાબુ વજા દાફડા તથા દિગ્વિજયસિંહ હરપાલસિંહ ઝાલા, રહે. બન્ને રવેચીનગર, અંતરજાળ, તા. ગાંધીધામ નાસી છુટયા હતા. બાવળોની ઝાડીઓમાં તપાસ કરતા જુદા જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૭૩, કિમત રૂા. રપ,પપ૦ નો જથ્થો મળી આવતા કબજે લઈ નાસી છુટેલા આરોપીઓ સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલા છે.