અંજાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂા.૪૨ કરોડની મંજૂરી

રાજ્ય મંત્રીના પ્રયત્નોથી અંજાર તાલુકામાંઆ યોજનાથી ૪૬ ગામ અને પાંચ પરા લાભાન્વિંત

અંજાર વિધાનસભા મતવિસ્તારના અંજાર તાલુકામાં હાલમાં ૧૩.૦૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. ભવિષ્યની ૧૮.૦૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાતને ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ રૂપિયા ૪૨,૦૧,૦૫,૯૫૪/- ની રકમની ફાળવણી અંજાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંજારમાં કરવામાં આવેલ છે. આમા મુખ્યત્વે (૧) સબ હેડવર્કસ તેમજ ગામો ખાતે આર.સી.સી. અન્ડર ગ્રાઉન્ડ સંપ માટે રૂા.૭,૫૩,૦૧,૩૦૦/- (૨) સબ હેડવર્કસ ખાતે આર.સી.સી. પંપહાઉસ માટે રૂા.૮૫,૨૭,૯૦૦/- (૩) સબ હેડવર્કસ માટે પંપીંગ મશીનરી માટે રૂા.૧,૧૯,૭૫,૦૦૦/- (૪) જુદા જુદા વ્યાસના ડી.આઇ તેમજ પીવીસી પાઇપલાઇન પુરા પાડવાનું કામ રૂા.૨૭,૨૮,૧૮,૩૦૦/- (૫) હેડવર્કસ તેમજ સબ હેડવર્કસ ખાતે વિજળીકરણ માટે રૂા.૧૫,૦૦,૦૦૦/- (૬) જમીન સંપાદન ૦૩ સબ હેડવર્કસ માટે રૂા.૪૦,૦૦,૦૦૦/- (૭)  પાક વળતર માટે રૂા.૨૫,૦૦,૦૦૦/- (૮) સબ હેડવર્કસ ખાતે આર.સી.સી કમ્પાઉન્ડ વોલ માટે રૂા.૭૯,૦૨,૦૦૦/- (૯) હયાત પાઇપલાઇનનું ટેસ્ટીંગ તથા કમીશનીંગ માટે રૂા.૬૫,૭૨,૪૦૦/- (૧૦) જલસેવાનગર ખાતે કવાર્ટર તથા ગેસ્ટહાઉસ તોડી રીનોવેશનનું કામ માટે રૂા.૧,૧૦,૩૦,૮૦૦/- તેમજ (૧૧) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂા.૧,૭૯,૭૮,૨૫૪/- ની ફાળવણી કરવામાં આવેલ છે. રાજ્ય મંત્રીના પ્રયત્નોથી અંજાર તાલુકાના આ યોજના અંતર્ગત કુલ ૪૬ ગામ અને પાંચ પરા લાભાન્વિંત થશે. આમાં ૧.અંબાપર, ૨. અમરાપર, ૩.ભાદરોઇ, ૪.ભાલોટ, ૫.ચંદીયા, ૬.ચાન્દ્રાણી, ૭.ચાન્દ્રોડા, ૮.દેવીસર, ૯.નવી દુધઇ, ૧૦.જુની દુધઇ, ૧૧.હિરાપર, ૧૨.જગતપર, ૧૩.જરૂ, ૧૪.ખંભરા, ૧૫.ખારોડ, ૧૬.મોટી ખેડોઇ, ૧૭.નાની ખેડોઇ, ૧૮.ખેંગારપર, ૧૯.ખીરસરા, ૨૦.ખોખરા, ૨૧.કોટડા, ૨૨.કુંભારીયા, ૨૩.લોહારીયા મોટા, ૨૪.મખીયાણ, ૨૫.મરીંગણા, ૨૬.મથડા, ૨૭.મીંદીયાળા, ૨૮.મોડસર, ૨૯.નાગલપર  મોટી, ૩૦.નાગલપર નાની, ૩૧.નગા વલાડીયા, ૩૨.નવાગામ, ૩૩.નિંગાળ, ૩૪.પાંતીયા, ૩૫.રાપર,  ૩૬.રતનાલ, ૩૭.સતાપર, ૩૮.સિનોગ્રા, ૩૯.વાડા, ૪૦.વલાડીયા બીટ્ટા(પૂર્વ), ૪૧.વલાડીયા બીટ્ટા(પશ્ચિમ) ૪૨.વીરા, ૪૩.લાખપર, ૪૪.સાપેડા, ૪૫.સુગારીયા, ૪૬.ભુવડ ગામો તેમજ ૧.ગુલામવાંઢ, ૨.હાલેપોત્રા વાંઢ, ૩.મોવાર વાંઢ, ૪.રહીમ વાંઢ, ૫.ઉમર વાંઢ એમ પાંચ પરા વિસ્તારમાં સિંચાઇ, ખેતી જેવા વિકાસલક્ષી કાર્યો થશે, યોજનાના પરિણામે આ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે.  પાણી પુરવઠા યોજના હેઠળ બલ્ક પાઇપલાઇન અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કાર્યો મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ,પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરનો અંજાર મતવિસ્તારના સ્થાનિક અગ્રણિઓ,સંગઠનના હોદ્દેદારો, લાભાન્વિંત ગામોના સ્થાનિક અગ્રણીઓ/સરપંચો અને ગામલોકો એ આભારની લાગણી વ્યક્ત કરેલ છે.