અંજાર સુધરાઈમાં માર્ગ નિર્માણમાં ગાલમેલની ગંધ

અંજારઃ નગરપાલીકાએ વોર્ડ નં.૯ જેમાં માવજી મુળજી સોસાયટી, હેમલતા બાગ પાછળ, અંજાર મધ્યે ઓળખાતા સ્થળે ગરીબો તથા એકલ-દોકલ નિરાધારો, મહિલાઓ વૃદ્ધો રહે છે. આ માવજી મુળજી સોસાયટીમાં પ૦ મકાનો આવેલા છે. સને ૧૯૪૮માં ગરીબ નિરાધાર વૃધ્ધો માટે આ મકાનો બનેલા છે. જે શહેરના લોકો પણ જાણે છે અને આજે પણ તેમાં ગરીબ લોકો જ રહે છે. આ વિસ્તારમાં વર્ષોથી કયારે પણ રોડ બનેલ જ નથી. હાલે આ વિસ્તારમાં નગરપાલિકાએ આંતરીક રસ્તાઓ બનાવવા ટેન્ડર આઈ.ડી.ર૭ર૦૬૯થી રોડના કામો અંગે જાહેરાત બહાર પાડેલ હતી જે તે વખતે વોર્ડ નં.૯માં માવજી મુળજી સોસાયટીના કાઉન્સીલરો રૂબરૂ આવીને સર્વે કરેલ અને દરખાસ્ત કરેલ અને ત્યારબાદ આ રોડ મંજુર થયેલ છે જેના કારોબારીના ઠરાવ નં.પ૮૮ તા.૧૧-૦૯-૧૭થી મંજુર થયેલ છે.
હાલે અમારા જાણવા મુજબ આ ગરીબ, નિરાધારો અને વૃદ્ધોના મકાનોની ગલીમાં કયારે પણ આજદિન સુધી રોડ બનેલ નથી તે મંજુર થયેલ રસ્તાના કામો માવજી મુળજી સોસાયટીમાં બનાવવા બદલે ચુંટાયેલા સભ્યોના આંતરીક વિખવાદના કારણે આ જગ્યાએ બનાવવાના બદલે વિજયનગર ટાઉનશીપમાં જયાં માલદારોના મકાનો/બંગલાઓ આવેલા છે અને અગાઉ એક વખત ડામરના રસ્તાઓ બનેલા હતા તે સ્થળે આ રોડના કામો લઈ જઈને બનાવવા ફેરફાર કરવા અને ટેન્ડરથી વધારે કામો કરાવી પુરક બીલો બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવશે, તેવું અમોને જાણવા મળેલ છે. આ બાબતે ધનિષ્ઠ તપાસ થવા વિનય નારણદાસ ઠક્કર દ્વારા રજુઆત કરાઈ છે.