અંજાર સહિત ૩૦ બેઠકોના ભાજપના ઉમેદવારો નકકી ?

મુખ્યપ્રધાન–ઉપમુખ્યપ્રધાન સહિત ૧પ જેટલા મંત્રીઓ માટે રીપીટ થીયરી અપનાવાશે : ૧ર બેઠકો પર એક જ નામ નિર્ધારીત કરાયું : અંજાર બેઠકમાં સંસદીય સચિવ વાસણભાઈ આહીરને જ ઉતારાશે મેદાનમાં

ર૦ જેટલી બેઠક પર પાંચ નામોની પેનલ દિલ્હીકક્ષાએ મોકલાઈ : જ્ઞાતી આધારે ટીકીટ માટે વિચારાધીન યુવાનોના વિગતવાર અહેવાલની કરાઈ ફેરસમીક્ષા

 

ગાંધીધામઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ઉમેદવારોની પસંદગી માટેની પેનલને આખરી ઓપ આપ્યો છે. સુત્રોની માહીતી મુજબ ૩૦થી વધુ બેઠક પર ત્રણનીપેલનમાથી એક ઉમેદવારનું નામ નકકી કરાયુ હોવાનુ મનાય છે અને તેમા કેબીનેટ કક્ષાના અને રાજયકક્ષાના મંત્રીઓના નામો સહિત વ્યકિતગત ઈમેજને કારણે પોતાના દમ પર ચુંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરી લેવાઈ છે.
મંત્રીઓની સાથોસાથ જ જે બેઠકો નિશ્ચીત કરી લેવામા આવી હોવાનુ મનાય છે તેમાં કચ્છની અંજાર બેઠકનો પણ સમાવેશ કરવામા આવ્યો હોવાની વાત બહારઆવી રહી છે. અજાર પરથી વાસણભાઈ આહીરને પુનઃ ભાજપ ટીકીટ ફાળવવાનું મન બનાવી ચૂકયુ હોવાની શકયતાઓ વધી ગઈ છે. વાસણભાઈ અહીર નિર્વીવાદીત પ્રતિભા છે, સામાન્યજનના ખરાલોકસેવક ની છબી ધરાવી રહ્યા છે, સરપંચ પદથી લઈ અને ગુજરાતના પ્રધાનમંડળમાં રાજયમંત્રી સુધી સન્માનજનક સ્થાન મેળવી કચ્છને વાચા અપાવતા રહ્યા છે તથા ટ્રાન્સપોર્ટ સહીતના ક્ષેત્રોમાં તેમની સેવા અનન્ય રહી છે.
વાસણભાઈ આહીર ધારાસભ્ય ન હતા ત્યારે પણ લોકસેવાને લઈને સદાય તત્પર જ રહ્યા છે. તેમનો પ્રતિવર્ષે લાભપાંચમના દીવસે યોજાતો દિપાવલી સ્નેહમિલનોનો રરવર્ષનો કાર્યક્રમ તેમની લોકપ્રીયતાના દર્શન કરાવવા પુરતો જ બની રહે તેમ છે. ગુજરાત રાજયમાં વિવિધ આંદોલનની અસર વચ્ચે આ વખત ભાજપની રણનીતી ટીકીટલક્ષી નવાઈ પમાડનારી જ સામે આવે તેમ મનાઈ રહ્યુ છે તે વચ્ચે પણ વાસણભાઈ આહીરને અંજાર બેઠક પર પુનઃ એક તક અપાઈ રહી હોવાનુ નીશ્ચીત થયુ હોવાનુ સુત્રો માની રહ્યા છે. અંજાર પરાંતની બેઠકમાં ભાવનગર પશ્ચીમ જીતુભાઈ વાઘાણી, સીદ્ધપુર જયનારાયણ વ્યાસ, ઈડર રમણલાલ વોરા, રાજુલા હીરાભાઈ સોલંકી, સહિતનાઓને રીપીટ કરવામા આવી રહ્યા હેવાની વાત પણ બહાર આવી છે. સાથોસાથ મહિલા ઉમેદવારોમાં પણ કેટલાક નામો ફાઈનલ કરી લેવાયા છે જયારે જ્ઞાતી આધરીત સમીકરણોમાં જેઓને ટીકીટ મળી શકે છે તેવાઓમાં યુવા ચહેરાઓની પણ પાંચ -પાંચ નામોની પેલનવાળી યાદીમાં તક અપાઈ હોવાનુ મનાય છે અને આ યુવાનોના નામો ડીટેઈલ રીપોર્ટના આધારે ફેરસમીક્ષા પણ કરવામા આવી રહી હોવાનુ મનાય છે. જા કે, આ તમામ ચૂંટણી પહેલાના પૂર્વ સમીકરણો જ છે. સત્ય તો ૧૮મી આસપાસ જ બહારઆવી શકે તેમ છે.