અંજાર સર્કલમાં વીજચોરોને સાણસામાં લેવાનો ઘડાતો તખ્તો

ગાંધીધામ : નાણાંકીય વર્ષ ર૦૧૭- ૧૮ પૂર્ણ થવાને આડે દોઢ માસ જેટલો જ સમય બાકી રહ્યો હોઈ એક સરકારી- અર્ધ સરકારી વિભાગોએ વર્ષ દરમ્યાનના ટાર્ગેટો પૂર્ણ થવાની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે વીજતંત્ર પણ તેમાં પાછળ રહેવા ન માંગતું હોય તેમ બાકી વીજ લેણા વસુલાત ઝુંબેશને ગતિ આપવાની સાથે વાર્ષિક નાણાંકીય લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વીજ ચેંકિંગની કામગીરી પણ વેગવંતી બનાવી દેવામાં આવી છે. ત્યારે વીજીલન્સ દ્વારા કચ્છ પર જ ખાસ રડાર કેન્દ્રીત કરવામાં આવ્યું હોય તેમ અંજાર સર્કલમાં વીજચોરોને સાણસામાં લેવાનો તખ્તો ઘડાઈ ચુકયો છે.
કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક સહિતના ક્ષેત્રોમાં થયેલ ધમધમાટના પગલે ચોતરફા વિકાસની આંધી ફુંકાઈ છે. આ વિકાની આંધીની સાથોસાથ કચરોરી, વેજચોરી જેવા દુષણો પણ ફુલ્યા ફુલ્યા છે. ત્યારે રકારી લેણા ચુકવવામાં કસુર કરતા આવા તત્ત્વોના લીધે કયાંકને કયાંક અન્ય લોકો પણ તેનો ભોગ બનતા હોય છે ત્યારે આવા લોકો પર તવાહી બોલાવી જવાબદાર વિભાગો
દ્વારા વસુલાત કરવામાં આવતી હોય છે. વીજતંત્ર પણ વીજચોરો પર તવાઈ બોલાવવા સમયાંતરે ચેકિંગ ટૂકડીઓને મેદાનમાં ઉતારતું હોય છે. હવે તો નાણાંકીય વર્ષ પૂર્‌ ણ થઈ રહ્યું હોઈ આ ઝુંબેશને ગતિ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા આવતા સપ્તાહથી અંજાર સર્કલમાં ધામા નાખવામાં આવે તેવી શકયતાઓ છે. અંજાર સર્કલમાં સમાવિષ્ટ વિસ્તારો પૈકી વાગડ વીજચોરી માટે વર્ષોથી બદનામ છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાંથી બોગસ વીજ ટ્રાન્સફોર્મરો તેમજ વીજ લાઈનો ઝડપાઈ ચુકી છે. ત્યારે વાગડ પંથક પર વીજીલન્સ દ્વારા ખાસ રડાર કેન્દ્રીત કરવામાં આવશે.
તો તેની સાથોસાથ અંજાર સર્કલના જે જે ડિવિઝનોમાંથી હરહંમેશ મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાતી રહી છે. ત્યાં પણ ચેકિંગ ટૂકડીઓ ખાસ ધ્યાન કેન્દ્રીત કરશે.