અંજાર શહેર તથા તાલુકામાં ૩૦૦ લાખના ખર્ચે રસ્તાના કામો મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા

રાજયમંત્રી વાસણભાઈ આહિરના પ્રયાસોને મળેલી સફળતા

 

અંજારઃ અંજાર શહેર તથા અંજાર તાલુકાના વિવિધ અગત્યના રસ્તાના કામો માટે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા નિતિનભાઈ પટેલ દ્વારા ધારાસભ્યોને ફાળવવામાં આવતી ખાસ મરામત યોજના અંતર્ગત રૂા.૩૦૦ લાખની માતબર રકમની ફાળવણી કરી જોબ નંબર ફાળવવામાં આવતા રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા આનંદ અને હર્ષની લાગણી વ્યકત કરી હતી. વધુમાં વાસણભાઈ આહીરે જણાવેલ છે કે અંજાર શહેર તથા અંજાર તાલુકાના વિવિધ રસ્તાના કામો મંજુર કરવા માટે તેઓની પાસે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહીર, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવડા, કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જયોત્સનાબેના દાસ, જીલ્લા પંચાયતના સભ્ય લક્ષ્મીબેન આહીર, બાબુભાઈ મરંડ, નગરપાલીકાના પ્રમુખ રાજુભાઈ પલણ, ધર્મિષ્ઠાબેન ખાંડેકા, લવજીભાઈ સોરઠીયા, ડેનીભાઈ શાહ, કેશવજીભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા વગેરેએ રજુઆત કરતા તેમણે આ રજુઆત નિતીનભાઈ પટેલ સમક્ષ કરતા જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને બાંધકામ સમિતિના ચેરમેન હરીભાઈ જાંટીયાના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઈજનેર મડીયાએ તમામ દરખાસ્તો સરકારમાં મોકલી આપેલ. જેમાં અંજાર શહેરના બસ સ્ટેશનથી ટાઉનહોલ, દેવળીયા નાકાથી વીડી ચોકડી સુધી, દેવળીયા નાકાથી સવાસર નાકા અને યોગેશ્વર ચોકડી સુધીના ૩ કિ.મી.ના રસ્તાને રીસરફેસીંગ માટે ૭પ લાખ, તુણા-રામપર-સંઘડ ૭ કિ.મી. રસ્તાને રીસરફેસીંગ માટે પ૦ લાખ, લાખાપરથી ટપ્પર ૧૦ કિ.મી.ના રસ્તાને રીસરફેસીંગ માટે પ૦ લાખ, રતનાલ ગામે એપ્રોચ રોડની કામગીરી માટે ૬પ લાખ, મેઘપર બોરીચીમાં નેશનલ હાઈવેથી ઈશ્વર કૃપા અને સંતકૃપા સોસાયટી સુધી એપ્રોચ રોડ બનાવવા પ લાખ, આમ કુલ ૩૦૦ લાખના કામોને મંજુરી આપી જોબ નંબર ફાળવી અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઈજનેર ભુજને સુચના આપવામાં આવેલ છે.
આ રસ્તાના કામો મંજુર થતા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ખાસ હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ છે. આ કામના ઝડપી જોબ નંબર ફાળવવા બદલ વાસણભાઈએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નિતીનભાઈ પટેલ, કચ્છના પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોર તેમજ આ વિકાસના કામમાં સહભાગી થવા બદલ સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાનો વાસણભાઈ આહીરે આભાર માનેલ છે તેવું શૈલેષ પટેલની યાદીમાંજણાવાયું છે.