અંજાર શહેરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો મંજુર

રાજયમંત્રી વાસણભાઈ આહિરે વિકાસ કામો માટે પ૦ લાખની ફાળવણી કરી

 

અંજારઃ અંજાર શહેરમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવા અંગે શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવડા, નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ડેનીભાઈ શાહ, કેશવજીભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા, લવજીભાઈ સોરઠીયા, તથા જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગોવિંદભાઈ કોઠારીએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસ કામો મંજુર કરવા રજુઆત કરતા રાજયમંત્રી વાસણભાઈ આહીરે પોતાની વર્ષ ર૦૧૮-૧૯ની ગ્રાન્ટમાંથી કામો મંજુર કરવા કલેકટર, કચ્છને ભલામણ કરતા નીચે મુજબના કામો મંજુર થયેલ છે. જેમાં અંજાર શહેરના જુદા જુદા વોર્ડમાં સાર્વજનિક જગ્યાએ બેસવાના બાંકડા માટે ૧.પ૦ લાખ, કાપડી વૈષ્ણવ સાધુ સમાજની કમ્પાઉન્ડ વોલ બનાવવા ૦૩ઃ૦૦ લાખ, વીડી ચાર રસ્તા વીરબાળ ભુમિ સ્મારક પાસે બસ સ્ટેશન માટે ર લાખ, જૈન સમાજના સ્મશાનની છાપરી તથા પેવર બ્લોક માટે ૩ લાખ, પ્રભુકૃપા સોસાયટી સાર્વજનિક બગીચામાં રમતગમતના સાધનો માટે ૧.પ૦ લાખ, મહાલક્ષ્મી કોલોનીમાં સાર્વજનિક બગીચામાં રમતગમતના સાધનો માટે ૧ લાખ, બીએપીએસ સત્સંગ હોલ પાસે પેવર બ્લોક માટે ર લાખ, કન્યા પ્રાથમિક શાળા નં.રમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકા માટે ર લાખ, યોગેશ્વર નગર સાર્વજનીક બગીચામાં રમતગમતના સાધનો માટે ૧.પ૦ લાખ, લોહાણા સમાજના સ્મશાનની છાપરી તથા પેવર બ્લોક માટે ૩ લાખ, ગોસ્વામી સ્મશાનની કમ્પાઉન્ડ વોલ માટે ર.પ૦ લાખ, સુંદર સાહેબની ડેરી પાસેના ચોકમાં પેવર બ્લોક માટે ૩ લાખ, કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજના સ્મશાનમાં છાપરી તથા બેસવાના બાંકડા માટે ર.પ૦ લાખ, આમાં આવતી જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી સ્વામી વિવેકાનંદ હાઈસ્કુલમાં શેડ અને પેવર બ્લોક માટે પ લાખ, કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કુલમાં શેડ અને પેવર બ્લોક માટે પ લાખ, એસ.ટી.બસ સ્ટેશનના ચકરામાં હાઈમાસ્ટર લાઈટ માટે પ લાખ, કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કુલમાં ટોઈલેટ બ્લોક તથા પાણીના ટાંકા માટે પ લાખ, આમ કુલ ર૦ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે. અંજાર શહેરમાં કુલ પ૦ લાખના વિકાસ કામો મંજુર કરવામાં આવેલ હોઈ આ કામો તાત્કાલીક હાથ ધરવા મુખ્ય અધિકારી, અંજાર નગરપાલીકાને સુચના આપવામાં આવેલ છે તથા આ મંજુર થયેલ વિકાસ કામોનો પ્રજાજનો મહતમ લાભ લે તેવો રાજયમંત્રી વાસણભાઈ આહીરે અનુરોધ કરેલ છે તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.