અંજાર શહેરની મહિલાઓની અપેક્ષાઓ પર પાણીઢોળ

અંજારઃ અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવિભાઈ આહીરની આગેવાનીમાં અંજાર શહેર વિસ્તારની વોર્ડ નં.૧ વિસ્તારમાં રહેતી અને ગત વિધાનસભા અને નગરપાલીકાની ચુંટણીમાં ખોબે ખોબે ભાજપને વોટ આપી ચુંટાવી કાઢેલા સ્થાનીકો દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી બાબતે અનેક રજુઆતો કરવા છતાં અંજાર નગરપાલીકાના સતાધીશો અને શાસકો દ્વારા કોણીએ ગોળ ચોટાડવાની ગોળ ગોળ વાતો કરી સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં આ બહેનો અને સ્થાનીકો દ્વારા અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવિભાઈ આહીરની આગેવાનીમાં અંજાર શહેરની જનતાની આશાઓ અને અપેક્ષાઓ પર ભાજપના શાસકો દ્વારા પાણી ઢોળ કરવામાં આવેલ એના પ્રતિક રૂપે આજે બહેનો દ્વારા અંજાર નગરપાલીકાના પ્રમુખની ચેમ્બરમાં એમની ટેબલ પર પાણી ભરેલા માટલા ફોડી અપેક્ષા પર પાણીઢોળ કરવાની લાગણી સાથે અંજાર શહેરની જનતાને છેતરવાની લાગણી વ્યકત કરવામાં આવી હતી. રવીભાઈ આહીર સાથે આ આંદોલનમાં ધનજીભાઈ સોરઠીયા, જીતેનેદ્ર ચોટારા, ભીખાભાઈ હડીયા, ભાવેશભાઈ ઠક્કર, મનુભાઈ ઠક્કર, અને વોર્ડ નં.૧ વિસ્તારની અનેક બહેનો ઉપસ્થિત રહેલ હતી. અહીં એક નોંધવા જેવી બાબત એ હતી કે રજુઆતો દરમ્યાન એક પણ જવાબદાર અધિકારી હાજર રહેલ ન હતા.