અંજાર શહેરના વેપારીઓની સમસ્યાઓ હલ કરવામાં ભાજપ સરકારનાં નેતાઓ તથા ભાજપ શાસીત નગરપાલીકા તદ્દન બેદરકાર : વી.કે.હુંબલ

અંજારના વેપારીઓને દ્વારે વી.કે.હુંબલ જઈ પ્રશ્નો સાંભળ્યા : ડોર ટુ ડોર પ્રચારમાં અંજાર શહેરમાં જબરદસ્ત પ્રતિસાદ

અંજાર : હાલમાં શહેરી વિસ્તારની સમસ્યાઓનો વધારો થયો છે. તેના પાછળ મુખ્યત્વે ભાજપનાં ચુંટાયેલા ધારાસભ્યની નિઢફિયતા જવાબદાર છે. અંજાર શહેરની પ્રજા તમામ સ્તરે પાયમાલ છે.
અંજાર ઐતિહાસિક શહેરની ઓળખને વધુ ઉજાગર કરવાને બદલે આ શહેરની દુર્દશા ભાજપનાં સતાધીશો દ્વારા કરાઈ રહી છે. છેલ્લા રર વર્ષથી ભાજપ સરકારની વિધાનસભા તથા નગરપાલિકામાં એકહથ્થુ સતા છે છતાં પ્રજાની સમસ્યાઓ ઉતરોતર વધી રહી છે.
ર૦૦૧ના કારમા ભુકંપમાં સેકડો બાળકો મૃત્યુ પામ્યા તેની યાદમાં બાળસ્મારકનું નિર્માણ આજદિન સુધી થયું જે ખુબ જ ગંભીર ઘટના છે. અનેકવાર ખાર્તમુહર્તો ખુદ ધારાસભ્ય દ્વારા તથા તેઓની હાજરીમાં થયા છે છતા આજદિન સુધી અંજાર શહેરનાં ભુકંપઅસરગ્રસ્તોની મજાક ઉડાવવામાં આવી રહી છે.
અંજાર શહેરનાં રસ્તાઓની હાલત અત્યંત બીસ્માર છે. રોડના કામોનું ડુપ્લીકેશન કરવામાં આવી રહ્યું છે. અને નેતાઓ ભ્રષ્ટાચાર આચરી મલાઈ ખાઈ રહ્યા છે. ભાજપનાં નેતાઓ ભ્રષ્ટાચારમાં વ્યકત છે જયારે વેપારીઓ સામાન્ય શહેરીજનો સમસ્યાથી ત્રસ્ત છે. આ તમામ બાબતો વેપારી દ્વારા વી.કે.હુંબલ સમક્ષ રજુ કરાઈ હતી.
આજનો શહેરનાં લોકસંપર્ક દરમ્યાન સવાસરનાકા, ગંગાબજાર, ૧ર મીટર રોડ તથા વેપારી વર્ગના વિસ્તારોમાં અભુતપૂર્વ જનસમર્થન મળી રહ્યું હતું.
વેપારી સંગઠનના સભ્યો, સંસ્થાના આગેવાનો તથા અંજાર શહેરના સામાજીક અગ્રણીઓએ માનભેર આવકાર આપ્યો હતો.
આ લોકસંપર્ક કાર્યક્રમ દરમ્યાન અંજાર વિધાનસભા ઉમેદવાર વી.કે.હુંબલ સાથે શહેર પ્રમુખ રવિ આહિર, નગરપાલિકા વિપક્ષીનેતા જીતેન્દ્ર ચોટારા માજી સાંસદ રાજસ્થાન દિલીપ ચૌધરી, ઝારખંડના બદરીરામ જાખડ, પૂર્વ નગરપતિ ધનજી સોરઠીયા, પૂર્વ શહેર પ્રમુખ દિલીપસિંહ ઝાલા, રાજકુમાર પ્રેમજી નાથાણી, મહેશભાઈ આહિર પૂર્વ એન.એસ.યુ.આઈ , પ્રમુખ આઈ ટી સેલ પ્રમુખ ગજરાજસિંહ રાણા, યુવરાજસિંહ જાડેજા, અલ્પેશ દરજી, દિનેશભાઈ ડુગરીયા, કાઉન્સીલર અકબરશા શેખ, રવજી મહારાજ, દિનેશભાઈ માતા, આત્મારામ ગામોટ, ઘેલાભાઈ હુંબલ, કૃણાલ શાહ, નિલેશ વોરા, જયરાજસિંહ વાઘેલા વિગેરે આગેવાનો વિશાળ સમર્થકો સાથે જોડાયા હતા એવું ૪-અંજાર કોંગ્રેસ ચુંટણી પ્રચાર કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.