અંજાર વિધાનસભા મતવિસ્તારમાં જનતાદળ (યુ)ના ઉમેદવાર મુસ્તફા શેખને મળતો લઘુમતીઓ દ્વારા જબર પ્રતિસાદ

અંજાર : સમગ્ર અંજાર વિધાનસભા મતવિસ્તારમાં જનતાદળ (યુ)ના ઉમેદવાર મુસ્તફા શેખ દ્વારા પ્રવાસનું વિવિધ મતવિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં લઘુમતી તેમજ ઈતર સમાજા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજના અનેક આગેવાનોએ સમાજના યુવા નેતા મુસ્તફા શેખને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંજાર તાલુકાના તુણા ગામે ઢોલ અને સાગણા દ્વારા તેમજ ફટાકડા ફોડીને મુસ્તફા શેખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તુણા ગામના આગેવાન અબ્દુલભાઈ તથા હાસમભાઈ દ્વારા ચુંટણીને અનુસાર પ્રવચન આપવામાં આવ્યું હતું. મુસ્તફા શેખને સમગ્ર ગામમાંથી મતો બહોળી સંખ્યામાં મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. તાલુકાના વંડી ગામે લઘુમતી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના મુસ્લીમ અગ્રણી હાજીભાઈ તથા સમાજના અન્ય આગેવાનો દ્વારા સમાજના ઉમેદવાર સાથે કોલ આપવામાં આવ્યો હતો. દેવડીયા વાડા તથા મથડા ગામમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સીધીકભાઈ, ઈશાકભાઈ તથા રફીકભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. થરાવડા, ચંદીયા ગામે જાનમામદભાઈ તથા બાવલાભાઈ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું અને મુસ્લીમ સમાજના મતદારોને અપીલ કરી હતી કે અંજાર મતવિસ્તારના ઉમેદવાર અને આપણા સમાજના યુવા નેતા મુસ્તફા શેખને જંગી બહુમતીથી જીતાડજા તેવી અપીલ કરેલ. નાગલપર, સીનોગ્રા તથા ખંભરા ગામના પ્રવાસમાં લઘુમતી સમાજના મામદભાઈ, ઈનાયતભાઈ, આમદભાઈ સલીમબાપુ વગેરેએ સન્માન કર્યું હતું. તેમજ કોટડા, ચકાર, જાબુડી, કેરા, બળદીયા, ભારાપર, સહિતના અનેક ગામોમાં મુસ્તફા શેખને ઢોલ તથા શરણાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજના ઈભરાઈમભાઈ, અબ્દુલભાઈ, રફીકભાઈ સહિતના અનેક આગેવાનોએ સ્વાગત સાથે આવકાર આપેલ હતો અને લઘુમતી સમાજના એક એક મત મુસ્તફા શેખ ને જ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.
આ વખતના વિધાનસભાના પરીણામોમાં આપણો લઘુમતી નેતા મુસ્તફા શેખ જીતશે જ તેવો પ્રતિભાવ અગ્રણીઓએ આપ્યો હતો. આ પ્રવાસ કાર્યક્રમમાં રમજુભાઈ, હાજી ઈભરાઈમભાઈ, મામદભાઈ, આસમભાઈ, ઈભરાઈમ, રફીકભાઈ, સીધીકભાઈ તેમજ મુસ્લીમ યુવા ગ્રુપ અંજાર, લજાક યુવા ગ્રુપ-અંજારના લોકો સાથે જાડાયા હતા. આગામી દિવસોમાં હબાય, વરનોર, પૈયા, લોડાઈ, નાગોર, રાયધણપર, જીકડી, કુકમા સહિત પ્રવાસનું આયોજન કરવામાં આવશે તેમજ સમગ્ર અંજાર શહેરમાં તેમના દ્વારા ચુંટણી પ્રવાસ કરવામાં આવશે.