અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહીરના સમર્થનમાં માલધારી સંમેલન યોજાયું

વિશાળ સંમેલનમાં રાજસ્થાનના ગોપાલક મંત્રી ઓટારામ દેવાંશીની ભાજપના ઉમેદવારને જીતાડવા હાકલ

અંજારઃ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણભાઈ આહીરના સમર્થનમાં અંજાર ખાતે જુની રબારી સમાજવાડીમાં માલધારી સમાજનું ભવ્ય સંમેલન યોજાઈ ગયેલ હતું આ સંમેલનમાં ગામો ગામથી બહોળી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડયા હતા તથા મહીલાઓની વિશેષ હાજરી જાવા મળેલ હતી.આ સંમેલનમાં રાજસ્થાન સરકારના ગોપાલક મંત્રી ઓટારામ દેવાંશી ખાસ હાજર રહ્યા હતા. તેમાં અંજાર તાલુકા ભાજપના મહામંત્રી મશરૂભાઈ રબારીએ પોતાના જાશીલા પ્રવચનમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસના ઉમેદવાર ગામો ગામ પ્રચાર કરી રહ્યા છે કે સમગ્ર માલધારી સમાજ મારી પડખે છે અને સો ટકા મત મને મળશે જેથી મારે કોંગ્રેસના ઉમેદવારને આ મંચ પરથી કહેવું છે કે આજનો માલધારી સમાજ અભણ કે અજ્ઞાની નથી આજે અમારો સમાજ શિક્ષિત છે અને ભાજપની સરકાર જે વિકાસના કાર્યો કર્યા છે તેનાથી પ્રેરાઈને અમો ભાજપને સમર્થન કરીએ છીએ ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહીરે પોતાના પ્રવચનમાં જણાવેલ, સંમેલનમાં માલધારી સમાજની બહોળી સંખ્યામાં બહેનોને જાઈ, આનંદની લાગણી વ્યકત કરી તેઓને વંદન કર્યા હતા. મંત્રી ઓટારામ દેવાંશીનું રબારી માલધારી સમાજે પરંપરાગત રીતે સ્વાગત કરેલ. મંત્રી ઓટારામે પોતાના જોશીલા પ્રવચનમાં જણાવ્યુ હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવી છે. ત્યારે ત્યારે દુષ્કાળ પડયો છે પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે વિકાસના કામો કર્યા છે તેનાથી પ્રેરાઈને સમગ્ર માલધારી સમાજ ભાજપા સાથે છે. ગુજરાતમાં ભાજપની સરકારે માલધારી સમાજના વિકાસ માટે જે કાર્યો કર્યા છે ખાસ કરીને માલધારી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેના માટે સમગ્ર કચ્છમાં સરકારી ગ્રાન્ટેડ છાત્રાલયો બનાવેલ છે. આ નર્મદાના પાણી જયારે કચ્છ પહોંચ્યા છે આવનારા દિવસોમાં કચ્છ જીલ્લો ખુબજ હરિયાળો બનશે. જેનાથી માલધારી સમાજનો પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે જેથી તેઓનું જીવનનું સ્તર ઉંચુ આવશ જેથી ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહીરને મત આપી જંગી લીડથી જીતાડવા હાકલ કરી હતી. આજના માલધારી સંમેલનમાં વાસણભાઈ આહીરની સાથે જીલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, પ્રદેશ ભાજપના અગ્રણી અરજણભાઈ રબારી, નિતિશ મલીક, જીવાભાઈ શેઠ, ગોવિંદભાઈ કોઠારી, ભુરાભાઈ કરણાભાઈ રબારી, શંભુભાઈ આહીર, કરણા મેરા રબારી, ખેંગારભાઈ ડાંગર, કાનજીભાઈ શેઠ, ભરતભાઈ શાહ, ધના હીરા રબારી, રણમલ ભોજા રબારી, ગોકુળભાઈ રબારી, રાયમલભાઈ રબારી, વિશાભાઈ રબારી, ડાયાભાઈ રબારી, અરજણ હીરા રબારી, સાજણ કરશન રબારી, દેવા આશા રબારી, નારણ આશા રબારી, સાજણ લખા રબારી, બાબુ જીવા રબારી, મેરા કરશન રબારી, શકુ જીવા રબારી, સાજણ કરશન રબારી, રબારી દેવા ભીખા, રબારી કરણા થારુ, રબારી કરણા જીવા, પરબત કરશન રબારી, સામંત રાણા રબારી, જેસંગ હધુ રબારી, કાના નારણ રબારી, નગા પચાણ રબારી, મોહન પરબત રબારી, ડાયા જીવા રબારી, ભીખા રામા રબારી, વિભા સોમા રબારી, રણમલ દેવા રબારી, પ્રભુ વંકા રબારી, પબા દેવા રબારી, ખીમા મમુ રબારી, ભુરા મંગા રબારી, લાખા કરશન રબારી, વાગા બીજલ રબારી, કાના પાલા રબારી, સાજણભાઈ રબારી, સુજાભાઈ જીવાભાઈ રબારી, પબા કરશન રબારી, બાબુ હમીર રબારી, ખેંગાર કરણા રબારી, પબા ભચા રબારી, વેરશી સુજા રબારી, ઈશ્વર સોમા રબારી, સમસ્ત રબારી સમાજના આગેવાનો આ સંમેલનમાં જોડાયા હતા.  તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.