અંજાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વી.કે.હુંબલના જન સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી

ભાજપ સરકાર તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે ત્યારે અપ પ્રચાર કરી પ્રજાને ગુમરાહ કરે છે પરંતુ અંજાર વીધાનસભા ક્ષેત્રની શાણી અને સમજુ પ્રજા કોંગ્રેસ પડખે રહેશેઃ વી.કે.હુંબલ

અંજારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ જી રહ્યો છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વી.કે.હુંબલને અપાર જન સમર્થન મળી રહ્યું છે. જેથી ભાજપના ઉમેદવાર અને સમગ્ર પાર્ટી બેબાકડી બની રહી છે. જયાં જયાં કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર્થે જાય છે ત્યાં વ્યાપક જન સમર્થન અને પરંપરાગત ઢબે ઠેર ઠેર સન્માન અને આવકાર મળી રહેલ છે. પ્રજાના ઉત્સાહ પરથી વી.કે.હુંબલનો વિજય નક્કી છે તેવું વાતાવરણ અંજાર વિધાનસભામાં જામતું થાય છે.અંજાર ગ્રામ્ય ક્ષેત્રમાં પ્રવાસ દરમ્યાન પસુડા, શક્તિનગર, ભીમાસર, ગોપાલનગર, ટપ્પર, લાખાપર, વીડી, દેવરીયા, કુંભારીયા, બીટા વલાડીયા(ઉ), બીટા વલાડીયા(આ), નગા વલાડીયા, વીરા, સંઘડ, રામપર, તુણા, વંડી, માથક, સતાપર વગેરે ગામોમાં પ્રચાર કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન પ્રાસંગીક પ્રવચનો પુર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, કચ્છ રબારી સમાજ પ્રમુખ હીરાભાઈ રબારી, માજી સાંસદ ઉષાબેન ઠક્કર અને ઢેબર રબારી સમાજ પ્રમુખ જગાભાઈ રબારી, અરજણભાઈ ખાટરીયા, દિનેશભાઈ માતા, વિક્રમભાઈ છાંગા, વિપક્ષીનેતા રમેશભાઈ ડાંગર, મોખાણાના પુર્વ સરપંચ ત્રિકમભાઈ વરચંદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારી, શહેર પ્રમુખ રવિભાઈ આહીર, મીરાબેન છાંગા, પાંચાભાઈ કોઠીવાર, રાજેશભાઈ આહીર(વિ.ઉપનેતા ભુજ તા.પં.)ભગુભાઈ વરચંદ(રતનાલ), રાધુભાઈ રાજાભાઈ, માયાભાઈ, ડુંગરીયા, દિનેશ ડુંગરીયા(સરપંચ ભીમાસર), રવજીભાઈ મારાજ, નારણભાઈ ડાંગર, ભીમાભાઈ વિસાભાઈ માતા, બાબુભાઈ રધાભાઈ માતા, વાલજીવભાઈ બતા(ઝીકડી સરપંચ), આત્મારામ ગામોટ, ગગુભાઈ કોતી, મામદ જત, બાબુભાઈ કોલી, ભરતભાઈ રણછોડ ભીલ, અલ્પેશ દરજી, ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ વાઘેલા, ભગવાનભાઈ સથવારા વગેરે આગેવાનો, યુવાનો લોક સંપર્કમાં જાડાયા હતા જેમાં જણાવ્યું હતું કે વિકાસનો પ્રચાર માત્ર ભ્રામક છે રોડ રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે શીક્ષણનું વ્યાપારીકરણના કારણે વાલીઓમાં રોષ છે. ખેડૂતોના વીજ કનેકશન માટે લાખો રૂપીયાના ઉઘરાણા ભાજપના એજન્ટો કરી રહ્યા છે. વીજ થાંભલા બાબતે ગરીબ ખેડૂતો ને માત્ર ર થી ૩ લાખ ત્યારે ભાજપના આગેવાનોને ર૦ થી રપ લાખ મળે છે. કરોડોના વીકાસની વાતો ધારાસભ્ય કરી રહ્યા છે તેઓ પોતાના જન્મ સ્થળ એવા રતનાલ ગામનો વિકાસ કરી શક્યા નથી તે બાબત પ્રજા જાણે છે. તાયફા, તમાશા અને ખોટા લોકાર્પણ કાર્યક્રમમાં પ્રખ્યાત પ્રજાને છેતરનાર ભાજપ સરકારને પ્રજા આ વખતે જાકારો આપશે. ગરીબ કલ્યાણ મેળાના નામે ગરીબ પ્રજા સાથે મજાક મસ્કરી આ સરકાર કરી રહી છે. ગરીબોનો અવાજ સાંભળનાર આ સરકારમાં કોઈ નથી વીજબીલ કોંગ્રેસના સાસનમાં ૧૦૦ થી ર૦૦ આવતું આજે વીજબીલ રપ૦૦ જેટલું સામાન્ય થઈ ગયું છે. જે બાબતે ખુબ ગંભીર છે. પ્રજાનો મનનો અવાજ આ સરકાર સાંભળતી નથી ઉપરાંત કોલી, દેવી પુજક સમાજને પણ અનુસુચિત જાથીમાંથી કાઢી ભાજપ દ્વારા અન્યાય કરાયો છે જે બાબતે ઉગ્ર રજુઆતો ભાજપ વિરૂદ્ધ કરાઈ હતી ગ્રામ્ય સ્તરે વી.કે.હુંબલને વ્યાપક જન સમર્થનને આવકાર મળ્યો હતો.  આ સમગ્ર પ્રવાસ કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થા તેમજ સંચાલન સામજીભાઈ આહીર, જીલ્લા બક્ષીપંચ પ્રમુખ અને દિનેશભાઈ માતા મંત્રી કચ્છ જી.કોંગ્રેસે સંભાડયું હતું એવું ૪ અંજાર વિધાનસભા કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.