અંજાર-રતનાલમાંથી પરિણીતાઓ પલાયન

અંજાર : શહેરના મિથીલા સોસાયટીમાં રહેતી પરિણીતા તેમજ રતનાલમાંથી પરિણીતા લાપતા થઈ જતા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મિથીલા સોસાયટીમાં રહેતી ૩૧ વર્ષિય પરિણીતા મહિલા તા.૯-ર-૧૮ના સાંજના ચારેક વાગ્યે ઘરને તાળુ મારી કયાંક ચાલી ગયેલ સગા સંબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પત્તો ન મળતા મહિલાના પતિ લક્ષ્મણ મગાભાઈ કોઠીવાર (આહીર)એ પોલીસ મથકે ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ મુળ એમપી હાલે રતનાલ રહેતા રામકિશન ફુંદુ વરકડેની રપ વર્ષિય પત્ની તા.ર૧-૧-૧૮ના સવારે ૧૧ વાગ્યે પોતાની નાની છોકરી સાથે કયાંક ચાલી ગયેલ જેનો આજદિન સુધી કોઈ અત્તા પત્તો ન મળતા પોલીસે ગૂમ નોંધ નોંધી પીએસઆઈ એમ.બી. શેરગીલે તપાસ હાથ ધરેલ છે.