અંજાર બેઠક પર કમળ ખીલ્યું : વાસણભાઈનો ડંકો બરકરાર

છમાંથી ચાર બેઠક પર  ભાજપનો દબદબો યથાવત
વિકાસને મત આપનાર સૌ પ્રજાજનોનો આભાર : વાસણભાઈ આહીર
ભુજઃ અંજાર બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના વાસણભાઈ આહીર દ્વારા વિજય બાદ મુલાકાતમા જણાવ્યુ હતુકે, કચ્છ-ગુજરાતની પ્રજાએ વિકાસને મત આપયો છે. બુદ્ધીજીવી પ્રજાએ વિકાસને મત આપ્યો છે તેમનો હુ સહદય આભાર વ્યકત કરૂ છે. વાસણભાઈએ કહયુ કે દેશના લોકલાલા પીએમ મોદીજી વિકાસમંત્ર આપેલ હતુ અને ગુજરાતન બુદ્ધીજીવી પ્રજાએ ચીવટથીકામ લઈ અને સમજણપૂર્વ મતદાન કર્યુ છે અને ગુજરાતમા ભાજપને ફરી તક આપી છે તયાર આવનારા દિવસોમા વધુન વધુ સારા કામો થાય, વિકાસના કામો થાય તેના માટે પ્રયાસો કરાશે. તેઓએ અજારની તમામ પ્રજા અને મતદારો તથા પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ પ્રત્યે પણ આભારની લાગણી દર્શાવી હતી.

 

 

અંજાર : ગુજરાતના મુખ્યપ્રધાનના સંસદીય સચીવ અને અંજાર બેઠકના સીટીગ એમએલએ વાસણભાઈ ગોપાલ આહીર વર્ષ ર૦૧૭ની ચૂંટણીમા પણ અંજાર બેઠક પરથી પુનઃ વિજય થયા છે. કોંગ્રેસના કદાવર નેતા વી.કે.હુંબલને અંજારની બેઠકર પરથી અનેક જા અને તોના સમીકરણોની વચ્ચે જ વાણસભાઈએ પુનઃ અહી વિજય મેળવી અને ભાજપના કમળને ખીલવી દીધુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા પરિણામ માટેની આજરોજ ચાલી રહેલી મતગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં વાસણભાઈ આહરી ભાજપના ઉમેદવારને ર૮પર મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ ઉમેદવાર વી.કે. હુંબલને ર૪ર૧ મત મળ્યા હતા. બીજા રાઉન્ડમાં ભાજપ ઉમેદવારને ૩૬૩૧ જયારે કોંગ્રેસને ૩ર૪૮ મત મળ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ભાજપને ૩૪૮૬ જયારે કોંગ્રેસને ૩૩પપ, પાંચમાં રાઉન્ડમાં ભાજપને ૩૯૯૪ જયારે કોંગ્રેસને ર૯૪૩, છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને ૪ર૬૯ જયારે કોંગ્રેસને ર૮૧૧, સાતમાં રાઉન્ડમાં ભાજપને ર૩૭પ જયારે કોંગ્રેસને ૩૬૪૦, આઠમા રાઉન્ડમાં ભાજપને ર૯૯૮ જયારે કોંગ્રેસને ૩૮૩ર મત, નવમાં રાઉન્ડમાં ભાજપને ૩ર૩પ જયારે કોંગ્રેસને ૪પ૯ર, ૧૦
માં રાઉન્ડમાં ભાજપને ૪૭૧ર જયારે કોંગ્રેસને ૩રપ૦, ૧૧ માં રાઉન્ડમાં ભાજપને ૩ર૮૩ જયારે કોંગ્રેસને ર૯૦૮, ૧ર મા રાઉન્ડમાં ભાજપને ભાજપને પ૪૩૭ જયારે કોંગ્રેસને ર૬૧૯ મત મળ્યા હતા. ૧ર માં રાઉન્ડ સુધી નોટામાં કુલ્લ રર૯ર મત પડયા હતા. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિરે લીડ મેળવી હતી. જે પંદરમાં રાઉન્ડના અંતે અગિયાર હજાર થઈ ગઈ હતી. આઠ થી દસ રાઉન્ડની મત ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવારે લીડ મેળવી હતી. પરંતુ વાસણભાઈ આહીરની લીડ તોડી શકયા ન હતા. ૧પ રાઉન્ડ સુધી નોટામાં કુલ્લ ર૮૮૦ મત મત પડયા હતા.