અંજાર પોલીસ સ્ટેશનના પીએસઓએ ફોન રિસિવ ન કરતા સસ્પેન્ડ

અંજાર : અહીંના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઓને પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર ફેલાઈ છે. મળતી વિગતો મુજબ આદિપુરમાં રાત્રિ કફ્ર્યુના કારણે રાત્રિના સમયે લારી-ગલ્લાવાળા આદિપુરની પાછળ આવેલી ગોલ્ડન સિટી સોસાયટીના મેદાનમાં ધંધો કરવા ચાલ્યા જાય છે. જ્યાં ખાણી-પીણીની રેકડીઓ ઉપર લોકો એકત્ર થાય છે. શનિવારે આવા દૃશ્યો સર્જાયા હતા. જેથી કોઈએ અંજાર પોલીસમાં ફોન કર્યો છતા પોલીસ ન આવતા રેકડીઓનો વીડિયો ઉતારી પોલીસ વડાને મોકલવામાં આવ્યો, ખુદ પોલીસ વડાએ અંજાર પોલીસમાં ફોન કરતા ફોન રિસિવ થયો ન હતો. જેથી તપાસ સમિતિ બેસાડવામાં આવી, જેમાં બનાવના દિવસે પોલીસ સ્ટેશને હેડકોન્સ્ટેબલ અશોક જાેષી પીએસઓ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવતા તેઓને બેદરકારી સબબ સસ્પેન્ડ કરાયા છે.