અંજાર પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ સાથે યુવાનને ઝડપ્યો

અંજાર : અંજાર પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. તેના કબ્જામાંથી મોટર સાયકલ અને પાંચ મોબાઈલ મળી કુલ રૂા.પ૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સરહદી રેન્જ ભુજના મહાનિરીક્ષક જે.આર. મોથાલિયા, પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ તથા અંજારના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાની સૂચનાથી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. રાણા તથા સ્ટાફ અંજાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ હતો ત્યારે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ શખ્સ સિંકદર ઉર્ફે સિકલો લતીફભાઈ બાફણ (ઉ.વ.૧૮) (રહે. મુસ્લિમવાસ, નિંગાણ, અંજાર) પાછળ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે પસાર થતાં અટકાવી તેના કબ્જામાં રહેલી મોટર સાયકલ નંબર જી.જે.૧૦ બી.એસ. ૯૭૯ર અંગે આધાર-પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર-પુરાવા ન હોતા પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન તેની પાસેથી આધાર-પુરાવા વગરના પાંચ નંગ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. તેના કબ્જામાંથી બાઈક કિંમત રૂા.૪૦ હજાર તેમજ ૧૯ હજારના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂા.પ૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.