અંજાર પીજીવીસીએલના એપ્રેન્ટીસના ઇન્ટરવ્યુ કોરોનાની પરિસ્થિતીના કારણે મોકૂફ રખાયા

પીજીવીસીએલ- અંજાર વર્તુળ કચેરી હેઠળ તા.૨૬,૨૭,૨૮ અને ૨૯ એપ્રીલ ૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસ લાઇનમેનોની યોજાનાર ભરતી પ્રક્રિયા સબબ પોલ ટેસ્ટ માટે સંબધીત ઉમેદવારોને વર્તુળ કચેરી,અંજાર દ્વારા ઇન્ટરવ્યુ કોલ મોકલવામાં આવેલ હતા જે હાલ  પ્રવર્તમાન કોરોના વાયરસ ને લગતી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને હાલ પુરતા મોકુફ રાખવામાં આવેલ છે.લાગતા વળગતા ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવા વિનંતી છે.  પોલ ટેસ્ટ માટેની હવે પછીની તારીખ નક્કી થયે અલગથી જાણ કરવામાં આવશે. ઉમેવારોને કોઇ વધારે માહિતીની જરૂર હોય તો તેઓ ૯૯૨૫૨૧૩૮૦૫ પર સંપર્ક કરી શકે છે તેવુ અધિક્ષક ઇજનેરશ્રી અંજાર પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે.

કોરોના મહામારીના પગલે યોગ ઈન્સ્ટ્રકટરના ઈન્ટરવ્યું મોકૂફ રખાયા

હાલ કચ્છ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા દર શુક્રવારે સાંજે રાખવામાં આવતા યોગ ઈન્સ્ટ્રકટરના ઈન્ટરવ્યું હાલ અત્રેની કચેરીએથી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. ઈન્ટરવ્યુ શરૂ થયે નવી અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવશે જેથી જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.