અંજાર નગરપાલીકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઝબલાની જપ્તી કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

અંજારઃ અંજાર નગરપાલીકાના ગુમાસ્તા ધારા વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઝબલા તથા પ્લાસ્ટીકના ગ્લાસ કે જે સરકાર દ્વારા પ્રતીબંધીત જાહેર કરવામાં આવ્યા છે તેની જપ્તી કરવાની એક ઝુંબેશ શરૂ કરવામાં આવતાં તેનો ઉપયોગ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં દુકાનો તથા હોટેલોમાં આ અંગેની તપાસણી કરવા નીકળેલી ટીમ દ્વારા આશરે હજાર બારસો જેટલા પ્લાસ્ટીકના કપ અને ૧૭૦ કીલો જેટલા અંદાજીત ઝબલા જપ્ત કરવામાં આવ્યા હતા.આ તપાસની ટીમમાં શંકરભાઈ એલ. સીંધવ, ગુમાસ્તાધારા ઈન્સપેકટર એસ.જે.ગોર અને કલાર્ક ગુંજનભાઈ પંડયાએ કામગીરી કરી હતી.નગરપાલીકાના પ્રમુખ પુષ્પાબેન જે.ટાંક, ઉપ પ્રમુખ અનિલભાઈ પંડયા, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ કોડરાણી, શાસકપક્ષના નેતા ડેનીભાઈ આર.શાહ, ગુમાસ્તાધારા કમીટી ચેરમેન રીન્કુગર ગોસ્વામી અને ચીફ ઓફીસર નિતીનભાઈ બોડાતે ટીમને સારી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.