અંજાર નગરપાલિકાની ૧૪ કમિટીઓની કરાઈ રચના

સુધરાઈની યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં કમિટીના ચેરમેન સહિતના સભ્યોની નિયુક્તિ

અંજાર : તાજેતરમાં યોજાયેલી અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પુનઃ સત્તા મેળવીને કાર્યભાર સંભાળ્યો છે ત્યારે શનિવારે મળેલી અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ૧૪ જેટલી કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી કરી તેમને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિની અધ્યક્ષતા અને ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી, જેમાં એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન તરીકે વિજયભાઈ દેવશીભાઈ પલણ સહિત અન્ય ૧૦ સભ્યોમાં શિલ્પનાબેન બુદ્ધભટ્ટી, સુરેશભાઈ ટાંક, અમરીશભાઈ કંદોઈ, સુરેશભાઈ ઓઝા, ચિંતનકુમાર દોશી, ઝંખનાબેન સોનેતા, ગાયત્રીબા ઝાલા, પાર્થભાઈ સોરઠિયા, અનિલભાઈ પંડ્યા અને કાશીબેન ખાંડેકાની વરણી કરાઈ હતી. જાહેર બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે કેશવજીભાઈ કચરાભાઈ સોરઠિયા તેમજ સભ્ય તરીકે સુરેશભાઈ ટાંક, વિનોદભાઈ ચોટારા, મંજુલાબેન માતંગ અને કાશીબેન ખાંડેકા, જાહેર આરોગ્ય કમિટીના ચેરમેન તરીકે વૈભવભાઈ દિપકભાઈ કોડરાણી, સભ્ય તરીકે અનિલભાઈ પંડ્યા, અમરીશભાઈ કંદોઈ, વિનોદભાઈ ચોટારા અને હર્ષાબેન ગોહિલ, વોટર વર્કસ કમિટીના ચેરમેન તરીકે ડાયાભાઈ ડુંગરભાઈ મઢવી, સભ્ય તરીકે નિલેશભાઈ ગુંસાઈ, પાર્થભાઈ સોરઠિયા, કુંદનબેન જેઠવા, રાજીબેન અખિયાણી, લાઈટ એન્ડ ગાર્ડન કમિટીના ચેરમેન તરીકે નિલેશભાઈ મોરારગર ગુંસાઈ, સભ્ય તરીકે મદીનાબેન લોઢિયા, ઈલાબેન ચાવડા, નસીમબાનુ રાયમા, કંચનબેન બાંભિયા, શિક્ષણ અને સમાજ કલ્યાણ કમિટીમાં ચેરપર્સન તરીકે કલ્પનાબેન પરેશભાઈ ગોર, સભ્ય તરીકે શિલ્પાબેન બુદ્ધભટ્ટી, જયેન્દ્રસિંહ જાડેજા, મયુર સિંધવ, પ્રીતિબેન ઠક્કર, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન તરીકે મંજુલાબેન ખીમજીભાઈ માતંગ, સભ્ય તરીકે મયુર સિંધવ, ગોવિંદ લોંચા, લાયબ્રેરી કમિટીના ચેરપર્સન તરીકે ઈલાબેન અનંતભાઈ ચાવડા, સભ્ય ઝંખનાબેન સોનેતા, મંજુલાબેન માતંગ, સુરેશ ઓઝા, રાજીબેન અખિયાણી, ટાઉનહોલ કમિટીના ચેરપર્સન તરીકે કુંદનબેન મનસુખલાલ જેઠવા, સભ્ય તરીકે કંચનબેન બાંભણીયા, કલ્પનાબેન ગોર, મીનાબેન દાતણિયા, મયુર સિંધવ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરપર્સન તરીકે શિલ્પાબેન કિંજલભાઈ બુદ્ધભટ્ટી, સભ્ય તરીકે કેશવજીભાઈ સોરઠિયા, ચિંતનકુમાર દોશી, મદીનાબેન લોઢિયા, ગાયત્રીબા ઝાલા, મામદ હુશેન ગુલામશા સૈયદ, નાયબ કલેક્ટર અંજાર, નાયબ નગર નિયોજક અંજાર, ચીફ ઓફિસર અંજાર, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના કમિટીના ચેરમેન તરીકે જયેન્દ્રસિંહ દાજીરાજજી જાડેજા, સભ્ય તરીકે શકીનાબાઈ કુંભાર, નસીમબાનુ રાયમા, મુસ્તફાભાઈ શેખ, હર્ષાબેન ગોહિલ, નગર સમુદાય વિકાસ યોજના કમિટીના ચેરપર્સન તરીકે ગાયત્રીબા મહેન્દ્રસિંહ ઝાલા, સભ્ય તરીકે મદીનાબેન લોઢિયા, પ્રિતીબેન ઠક્કર, નીતાબેન ઠક્કર, મુસ્તફાભાઈ શેખ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરપર્સન તરીકે શકીનાબાઈ હનિફ કુંભાર તેમજ સભ્ય તરીકે નિલેશભાઈ ગુંસાઈ, મામદ હુશેન ગુલામશા સૈયદ, મીનાબેન મુકેશભાઈ દાતણિયા, ડાયાભાઈ મઢવી તેમજ ગુમાસ્તા ધારા કમિટીના ચેરપર્સન તરીકે નીતાબેન પુનિતભાઈ ઠક્કર અને સભ્ય તરીકે સુરેશ ઓઝા, વૈભવભાઈ કોડરાણીની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન તેમજ ચેરપર્સનને તમામ પદાધિકારીઓ દ્વારા આવકાર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.